________________
શારદા દર્શન
૨૧૭ “વહાલા દીકરાના મધુરા વેણુ” હે મા! તું આજે મારાથી દૂર કેમ ઉભી રહી છું? રોજ તે મને હેત કરતી હતી, પ્રેમથી તું મને રોજ ખોળામાં બેસાડતી હતી ને આજે મારી પાસે કેમ નથી આવતી ? મા ! તું મારી પાસે આવ. મારા પલંગ પર બેસીને મારા માથે હાથ ફેરવ. આ બાળકનાં કાલાઘેલા હેતભર્યા શબ્દો સાંભળીને માતાનું હૃદય વીંધાઈ જાય છે. બાળક પોતાની પાસે આવવા કરગરે છે ત્યારે એલીસ હૃદયને કાબૂમાં રાખીને કહે છે બેટા! આ ડેકટરે આવવા દેતાં નથી. હું હમણાં તારી પાસે આવીશ. એમ કહીને પુત્રને શાંત કર્યો પણ માતાનું હદય પીગળી ગયું.
બંધુઓ! દુનિયામાં બધુ મળશે પણ માતાને પ્રેમ નહિ મળે. મા શબ્દ ઉપર ૫૦૦ પાનાને મહાનિબંધ લખનાર મોટા પ્રોફેસરને પણ “મા” શબ્દના અર્થની ખબર પડતી નથી. એને અર્થ તે નાને બાબે અને એની માતા જ સમજે છે. કારણ કે પ્રોફેસરના ૫૦૦ પાનાના નિબંધના અક્ષરો નિર્જીવ છે. જ્યારે માતા અને પુત્રના હૃદયમાં પ્રેમને સાચે ધબકાર હોય છે, આ વાત પ્રસંગ આવે ત્યારે સમજાય છે. આ તે આપણે મહારાણી વિકટોરીયાની પૌત્રી એલીસની વાત ચાલે છે પણ અહીં એક મુંબઈમાં બનેલી સત્ય ઘટના યાદ આવે છે. તે થોડા સાથે કહું.
ગરીબ માતાપિતાને એકને એક લાડકવાયે દીકરે હતું. તેઓ એક ગામડામાં રહેતા હતાં. સામાન્ય સ્થિતિના માણસો હતાં પણ સંસ્કાર ખૂબ હતાં. એ પિતાના પુત્રને પણ સારા સંસ્કાર આપતા હતા. છોકરો ગામડામાં સાત ચોપડી ભણ્યો, હવે આગળ ભણવાની સગવડ ન હતી. ત્યારે મા-બાપે વિચાર કર્યો કે આપણે વધારે કામ કરીશું પણ દીકરાને ભણાવીએ. એમ વિચાર કરીને છોકરાને મા-બાપે મુંબઈમાં ભણવા મોકલ્યા. મા-બાપ વધુ કામ કરે છે ને દીકરાને ભણવા માટે પૈસા મોકલે છે. આ છોકરે પણ મા-બાપને અવારનવાર પત્ર લખતે હવે, એક વર્ષ તે વાધ ન આવ્યું. પછી તે એક સુધરેલા વિચારવાળી મુંબઈમાં વસતી છોકરીના પ્રેમમાં પડે, પણ હજુ મા-બાપને ભૂલ્યા નથી. સમયના અભાવે ને છોકરીના પ્રેમમાં મા-બાપને પત્ર લખવાના ઓછા થયા. મા–બાપ તે બિચારા દીકરાની ચિંતા કરવા લાગ્યા કે દીકરાના કેમ કંઈ સમાચાર નથી? સમય જતાં છોકરો ભણીગણીને મોટો ફેકટર બન્યો, અને પેલી કન્યા સાથે લગ્ન કર્યો પણ મા-બાપને ભૂલ્યા નથી. તેણે માતા પિતાને મુંબઈ તેડાવ્યા. મોટુ દવાખાનું ખોલ્યું છે. કમાણી ઘણી છે. થોડો સમય ભેગા રહ્યાં પણ સુધરેલી કન્યા કહે છે તમારા મા-બાપ તે બહુ જુના ને ઝીણા વિચારના છે. મને એમની સાથે ફાવતું નથી. આ ઘરમાં એ ન જોઈએ છોકરામાં હજુ સંસ્કારની જત ઝાંખી પડી ન હતી. એટલે કહે છે તું જરા વિચાર કર કે