________________
શારદા દર્શન વિધવા માતાઓને નવરાવી, ધર્મના ખાતાના પૈસા પડાવી લઈ દેવાળું ફૂકે ને પિતે વટબંધ ગાડીટરમાં ફરે છે. આજના દેવાળીયાને શરમ નથી હોતી. ' આ શાંતિલાલે દેવાળું કાઢ્યું. તે દુઃખી દુઃખી થઈ ગયે. ખાવાના સાંસા પડયા. દેવાળું કાઢયું એટલે શરમને માર્યો બહાર નીકળી શક્તા નથી. ખૂબ ગભરાઈ ગયા છે કે કયાં જાઉં? આ સમયે તેના ગામના માણસોએ કહ્યું – ભાઈ ! આપણાં ગામના રમણલાલ શેઠ મુંબઈ રહે છે. તે ખૂબ ધમષ્ઠ છે. એ તમારા કુટુંબી સગા થાય છે. એ શેઠ એટલા ઉદાર છે કે કોઈ દુઃખી માણસ એના આંગણે જાય છે તે કદી પાછો ફરતે નથી. ગરીબના એ માતાપિતા જેવા છે. માટે તું ત્યાં જા તો તારું દુઃખ દરિદ્ર ટળશે.
ઉપાસકદશાંગ સૂત્રમાં દશ શ્રાવકને અધિકાર આવે છે. એ શ્રાવકેના દ્વાર અભંગ હતાં એટલે સવારે દરવાજા ખુલે તે સાંજ સુધી એમના મકાનના આંગડીયા ઉચે રહેતો હતો. મારે કહેવા આશય એ છે કે કઈ અતિથિ, સંત, દુઃખી એટલા બધા તેમને ત્યાં આવતા હતા કે એ દરવાજા બંધ થતાં ન હતાં. જે આવે તે ખાલી હાથે પાછા જતાં ન હતાં, જેમને જે જરૂરિયાત હોય તે શ્રાવકે પૂરી પાડતાં હતાં. એમની પાસે અઢળક ધન હતું. એ ધનને સદ્વ્યય કરતાં હતાં પણ મજશોખમાં ઉડાવતા ન હતા. - રમણલાલ શેઠ પણ ખૂબ ઉદાર હતા. તેમની સંપત્તિને સ્વધર્મી અને દુઃખીની સેવામાં સારે સદ્વ્યય થતો હતો. કોઈ પણ દુઃખી આવે તેમને માટે દ્વાર ખુલ્લા હતાં તે સમજતા હતા કે મને સંપત્તિ મળી છે તે મારા માટે જ નહિ પણ બધા માટે છે, એમની ઉદારતાની અને સેવાની સુવાસ ચારે બાજુ પ્રસરી હતી. શાંતિલાલને તેના ગામના લેકેએ કહ્યું કે તું ત્યાં જા. એ તને મદદ કરશે. તું એમને સગે છે શાંતિલાલના મનમાં થયું કે ઠીક ત્યારે જાઉં. તેણે ગામ લોકોને પૂછયું એ કયાં રહે છે? તો કહે મુંબઈ. મુંબઈ જવા માટે ભાડાના પણ પૈસા નથી. શું કરવું ? કેઈ દયાળુએ ભાડાના પૈસા આપ્યા એટલે ભાઈ ગાડીમાં બેસી મુંબઈ આવ્યા.
દરખને માર્યો વણિક મુંબઈ આવ્ય”: બંધુઓ! શાંતિલાલને પૈસાની જરૂર હતી એટલે તરત મુંબઈ આવ્યા. એને ધનની ભૂખ ન હતી. એક જ તાલાવેલી હતી કે જે મને પૈસા મળે તે જેના ગુમાવ્યા છે તેના દૂધે ધોઈને આપી દઉં. એટલે તરત ઉપડે. આટલી તાલાવેલી ધર્મમાં લાગે તે તમે અહીં દોડતા આવશો. પછી મારે કહેવું નહિ પડે કે તમે ઉપાશ્રયે આવે, અત્યારે તમને કેમ કહેવું પડે છે ? ધર્મની તાલાવેલી નથી માટે. ભાઈ મુંબઈના સ્ટેશને ઉતર્યા પણ રમણલાલના બાપનું નામ ઠેકાણું કે કો ધંધો કરે છે એ જાણતો નથી. એટલે જવું કયાં? મૂંઝવણમાં પડે. સ્ટેશનમાં ઘણાં માણસ હતા. બધાને પૂછવા લાગે કે રમણલાલ શેઠ કયાં રહે છે?