________________
શારદા દર્શન
૨૧૬ પણ પર્યુષણ પર્વ રૂમઝુમ કરતા આવી રહ્યા છે. એનું સ્વાગત કેવી રીતે કરવું તે તમે નક્કી કરી રાખ્યું છે ને ? આપણે ત્યાં તપસ્વીઓની ઉગ્ર તપશ્ચર્યા ચાલી રહી * છે. તેમણે તે પર્યુષણ પર્વના સાચા વધામણા કરી લીધા છે. હવે જેને ભાવ જાગે તે આરાધનામાં જોડાઈ જજે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૮ શ્રાવણ વદ ૧ ને રવીવાર
તા. ૩૧-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! સર્વજ્ઞ, સર્વદર્શી અને જ્ય પ્રકાશક પ્રભુએ જગતના ઉપર મહાન અનુકંપા કરીને દ્વાદશાંગી રૂપ સિદ્ધાંતની પ્રરૂપણું કરી. ભગવાનની વાણી ભવ્ય જીવોને તારનારી છે. આજે વાણી તે દુનિયામાં ઘણાં પ્રકારની છે પણ વીતરાગ વાણીની તેલ કેઈન આવે. જ્ઞાની કહે છે કે વાણી તે ઘણાંને છે પણ વાણીરૂપી રનને સાચે ઉપયોગ કરવાની કળા બધાં જાણતાં નથી. વાણીને સદુપયોગ કરતાં જે આવડે તે મનુષ્ય મેટામાં મોટા કાર્યો સહેલાઈથી કરી શકે છે, અને જે વાણુને દુરૂપયોગ કરે તે ભયંકર અનર્થ સર્જી શકે છે. મહાન પુરૂષોએ વાણીને સદુપયોગ કરીને આ સંસારની ઉન્નતિને માર્ગ બતાવ્યો. એમણે વાણીરૂપી રથને સત્ય અને મધુરતારૂપી બે પૈડા બનાવ્યા. જ્ઞાની પુરૂષે કહે છે કે જે તમારી વાણીમાં સત્ય અને માધુર્ય નહિ હોય તે તે ઝેરનું કામ કરશે. ઘણાં માણસે સત્ય બોલવું જોઈએ તેમ માને છે પણ સત્ય વાણીની સાથે પિતાનામાં ભરેલા અહંકારની કટુતા આવી જાય છે. તેઓ એમ માને છે કે સત્ય તે કડવું જ હોય ને! પણ એ નથી સમજતાં કે કટુતા વાણીને દોષ છે. નિર્દોષ વાણી સત્ય હેય છે, મહાન પુરૂષોએ કહ્યું છે કે “સેવં ગૂંથાત્ પ્રિયં થાત, માં તૂત રામ વિદસત્ય અને પ્રિય બેલે, પણ સત્ય છતાં અપ્રિયવાણી તમે કદી બોલશે નહિ. કારણ કે કડવાશથી ભરેલું સત્ય પ્રભાવહીન બની જાય છે ? બીજાને સત્ય માર્ગનું દર્શન કરાવી શકતું નથી. વિવેક રહિત કટુતાથી ભરેલું સત્ય ભાષણ કોઈને પ્રિય લાગતું નથી પણ મધુરતાથી ભરેલી સત્ય વાણી સૌને પ્રિય લાગે છે, તેનાથી માનવી બીજા મનુષ્યને પિતાના તરફ આકર્ષણ કરી શકે છે ને સાચા રાહ પર ચઢાવી શકે છે,
બંધુઓ ! ભગવાનની વાણું સત્ય અને મધુર છે. તેમાં અલૌકિક ઓજસ ભરેલું છે. ભગવાનની વાણીમાં અનુરકત એવા છ અણગારે દ્વારિકા નગરીમાં ઊંચનીચ અને મધ્યમ કુળમાં ગૌચરી માટે ફરતાં ફરતાં ત્રણ સંઘાડામાં દેવકીરાણીના