________________
૨૧૨
શારદા દર્શન જઈને વિધિપૂર્વક વંદણા કરી અને તેમની સન્મુખ બેસી ગયા. મુનિ તે ધ્યાનમાં હતા છતાં તે શાંતિથી બેઠા. સમય થતાં મુનિએ ધ્યાન પાળ્યું ત્યારે અર્જુને મુનિને સુખશાતા પૂછીને કહ્યું-ગુરૂદેવ ! મને કંઈ ધર્મને ઉપદેશ આપે, ત્યારે મુનિએ તેની જિજ્ઞાસા જેને સંતે તેમને સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ ચાર તીર્થનું સ્વરૂપ સમજાવીને કહ્યું.
ચાર તીર્થકી કરે જે ભક્તિ, આવાગમ મિટ જાય, ઉત્કૃષ્ટ જે ફલ પાવે તે, તીર્થંકર પદ પાય છે.શ્રોતા
મુનિએ કહ્યું છે ભદ્રપુરૂષ! જે કોઈ આ ચાર તીર્થની ભક્તિ કરે છે તેના ભરના ફેરા ટળી જાય છે, અને ચાર તીર્થની ભક્તિ કરતાં ઉત્કૃષ્ટ ભાવ આવે તે જીવ તીર્થકર નામકર્મ બાંધે. મુનિના મુખેથી ભવસાગરથી પાર થવા માટે નૌકા સમાન ધર્મદેશનાનું શ્રવણ કરીને અર્જુનને ખૂબ આનંદ થયો, અને ફરીને વંદન કરીને મુનિને પૂછયું–અહે પ્રભુ! હું કયારે મેક્ષમાં જઈશ? હું પરિતસંસારી છું કે અપરિત સંસારી? જેમ પરદેશી રાજાએ દેવલોકમાં ગયા પછી પ્રભુની પાસે આવીને પૂછયું હતું ને કે અહે પ્રભુ! હું ભાવી છું કે અભવી ? હું સમકિતી છું કે મિથ્યાત્વી? હું પરિત સંસારી છું કે અપરિત સંસારી? ત્યારે પ્રભુએ કહ્યું કે હે સૂર્યાભદેવ! તું ભવી છે અભાવી નથી. તું સમકિતી છે મિથ્યાત્વી નથી. પરિત સંસારી છે અપરિત સંસારી નથી. આ શબ્દ સાંભળીને સૂર્યાભદેવને રોમે રોમે આનંદ થયે હતું તેમ અને મુનિને પૂછયું ત્યારે મુનિએ કહ્યું કે હે અર્જુન! તે પૂર્વભવમાં ધર્મની ખૂબ આરાધના કરી છે તેને પ્રતાપે આ ભવમાં તું અજોડ પરાક્રમી બન્યા છે અને તારા આત્માના પરાક્રમથી તું આ ભવમાં મોક્ષમાં જઈશ. આ સાંભળી અર્જુન નાચી ઉઠયે, બસ, મારે માનવજન્મ સાર્થક થયે. | મુનિને વંદન કરીને અર્જુન આગળ ચાલ્યા. એના હૈયામાં હર્ષ સમાને નથી. અહો ! હું કે પુણ્યવાન છું કે હસ્તિનાપુર છોડીને જંગલમાં આવ્યો ત્યારે મને મુનિના દર્શન થયાં હતાં ને હવે જાઉં છું ત્યારે પણ મને મુનિના દર્શન થયા. અહો ! આજે હું ભાગ્યવાન બન્યું. હવે અજુનને વનવાસ આવ્યાં ને બાર વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. એટલે હસ્તિનાપુર જવા માટે મન ઉત્સુક બન્યું છે. આ તરફ હસ્તિનાપુરમાં પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર આદિ ચાર ભાઈઓ અને દ્રૌપદી બધાં અર્જુનની રાહ જોઈ રહ્યાં છે. જેમ વરસાદ આવવાનો સમય થાય ત્યારે ખેડૂત આકાશ સામે મીટ માંડે છે, તેમ આ બધાની મીટ અર્જુન તરફ છે કે અમારે અનવી રે કઈ દિશામાંથી આવશે. અમે તેનું ખૂબ ધામધૂમથી સ્વાગત કરીશું. આમ અનેક વિચાર કરે છે. એ બધા અર્જુનની રાહ જોઈ રહ્યાં છે તેમ આપણે ત્યાં