________________
૧૯૨
શારદા દર્શન સાધુ બનેલે ભાંડ વિચાર કરે છે કે મારી લાડવા ખાવાની આશા પૂર્ણ થઈ પણ આને સોનૈયાની વૃષ્ટિ ન થઈ તેને ખેદ થાય છે ને આકાશ તરફ જોયા કરે છે. તે એના મનનું સમાધાન કરતે જાઉં. ભાંડ જતાં જતાં કહે છે બાઈ ! તું ઉપર શું જોયા કરે છે? ગઈ કાલે સેનયા વરસ્યા હતાં પણ આજે નહિ વરસે. કારણ કે કાલનો ને આજનો ચેગ જુદો છે સાંભળ,
સાધુ વે શ્રાવિકા, થે વેશ્યા મેં ભાંડ,
થારા મારી જોગમું, પથ્થર પડશે રાંડ, કપટને પડદે ખુલ્લો કર્યો - ગઈ કાલે વહોરનાર પંચ મહાવ્રતધારી, ઉગ્ર તપસ્વી પવિત્ર મુનિરાજ હતાં, અને વહોરાવનારી શુધ્ધ શ્રાવિકા હતી. એનો આહાર પણ શુદ્ધ હતું એટલે બધી વાતને સુગ હતું ને આજે યુગ છે. કારણ કે તું વહોરાવનારી વેશ્યા છે ને હું વહોરનાર ભાંડ છું. તારે આહાર શુધ્ધ નથી ને હું પણ શુધ નથી. તે વિચાર કર. સોનૈયા ક્યાંથી વરસે ? માટે આકાશમાં જેવું રહેવા દે. કદાચ એનૈયાને બદલે પથરા પડશે ને તારું ને મારું માથું ટી. જશે. આપણે એટલા નસીબદાર છીએ કે પથરા પડયા નહિ. ભાંડની વાત સાંભળીને વેશ્યા સમજી ગઈ કે બંને નકામા છીએ પછી ફળ ક્યાંથી મળે?
અહીં દેવકીજી પવિત્ર હતા ને સંત પણ પવિત્ર હતાં. શુધ્ધ ભાવથી દાન દે તે શાસ્ત્રકારે મહાન લાભ કહ્યો છે. એક કવિએ કહ્યું છે કે
દાન ધર્મની જવલંત તિ, નિશદિન જગમાં જલ્યા કરે, ટમટમ થાતા દીવડાઓને, નવી જિંદગી મળ્યા કરે.
આ ભારતભૂમિમાં જગડુશાહ, ભામાશાહ, દેદરાણ આદિ કેટલા મોટા દાનવીર થઈ ગયા. તેમણે ધર્મની પ્રભાવનામાં, સંતેની સેવામાં, સ્વધર્મની અને ગરીબની સેવામાં કેટલાં નાણાંને સદ્વ્યય કર્યો હતે. તે સિવાય રાજ્યના રક્ષણ માટે રાજાઓને ધનની જરૂર પડે ત્યારે પિતાના ભંડાર ખુલ્લા મૂકી દેતા. એમની ઉદારતાને કારણે જિંદગીથી હતાશ થઈ ગયેલાં મનુષ્યને નવી જિંદગી મળતી હતી. આવા પવિત્ર પુરૂષે આવા મેટા દાન કરી ગયાં છે. આટલા વર્ષો થઈ ગયાં છતાં હજુ આપણે તેમનાં નામ ભૂલતા નથી.
દેવકીરાણીની ભાવના અલૌકિક છે. તે સંતની સેવામાં સરળ છે. બીજા સંઘાડે આવનાર બે મુનિએ ગીચરી કરીને ગયા. દેવકીજીનો હર્ષ સમાતો નથી. મુખ પર અલૌકિક આનંદની રેખા તરવરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-“અજુન તથા મણુંચૂડ વિધા સાધીને પોતાના રાજ્ય તરફ આવ્યા.'