________________
૨૦૨
શારદા દર્શન તેથી ક્રોધથી ધમધમી ઉઠેલા વિદ્યુતવેગે બાનો વરસાદ વરસાવ્યું. એ સમયે અને એવું પ્રચંડ ભુજાબળ વાપર્યું ને એક તીર વિદ્યુતવેગ ઉપર છોડયું. લગા તીર અનકે કરસે, વિદ્યુતવેગ જાય, લેઈ સૈન્ય વહ ઐસા ભાગા, શ્વાન દૂમિ દબાય છે....શ્રોતા.
અર્જુનનું તીર એવું છૂટયું કે સીધું વિદ્યુતવેગને વાગ્યું. એટલે વિદ્યુતવેગ સમજી ગયો કે આ મહાન પરાક્રમી છે. હું એની આગળ ટકી શકું તેમ નથી. એટલે પિતાને જીવ બચાવવા ઉભી પૂછડીએ નાસી છૂટ. સંવર્તક વાયુની સામે જેમ દીપક ટકી શકતે નથી તેમ અર્જુનની સામે વિદ્યુતવેગ ટકી શકે નહિ. એ ભાગે તેની પાછળ તેનું થોડું સિન્ય ભાગી છૂટયું ને બાકીનું સૈન્ય અર્જુનના શરણે આવ્યું. અર્જુનને યજ્યકાર થઈ ગયે. આવું જોઈને મણીચૂડ તે તેને ચરણમાં પડી ગયે. અહે, મારા પરમ ઉપકારી! તમારા ઉપકારને બદલે હું ક્યારે વાળીશ? મારે માટે તમે કેટલા કષ્ટ વેઠયા. આ રીતે મણીચડ અર્જુનને વારંવાર ઉપકાર માને છે. ત્યારે અર્જુન કહે છે ભાઈમેં તે કંઈ કર્યું નથી. મેં મારી ફરજ અદા કરી છે. આવા ઉપકારી મનુષ્ય કદી એમ નથી કહેતાં કે મેં તારા માટે આમ કર્યું. એ બીજાનું હિત કરવા પિતાની જાત જોખમમાં મૂકી દે છે. આજે તે પિતાના સગા ભાઈ માટે કંઈ કર્યું હોય તે પણ તેના ગાણ ગાવા બેસી જાય છે. અને અહીં તે અર્જુનને કંઈ સગાઈ ન હતી છતાં નામ માત્ર મેટાઈ છે. “ના.” આવા મહાનપુરૂષો પિતાનું નામ અમર બનાવી ગયા છે.
રતનપુરના નગરજનેને પિતાના રાજાને પુત્ર આવવાથી ખૂબ આનંદ થયે આખું નગર શણગાર્યું ને ખૂબ આડંબરથી અર્જુન અને મણીરુડનું નગરજનોએ સ્વાગત કર્યું અને હાથી ઉપર બેસાડી જયજયકાર બોલાવતાં પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. તે જ શુભ દિવસે ખૂબ આનંદ ને ઉત્સાહપૂર્વક મણીચૂડનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. અર્જુનના સહકારથી પિતાનું રાજ્ય પાછું મળવાથી મણુડના આનંદનો કોઈ પાર નથી. તે અર્જુનને તે પિતાના પિતા સમાન માને છે. થોડા સમય અર્જુનજી ત્યાં રહ્યા. પછી મણીચૂડને કહે છે ભાઈ! હવે તમે બધું બરાબર સંભાળે છે ને આનંદથી રહે છે તેથી મને ખૂબ આનંદ થયો છે. મેં મારી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. હવે મને જવાની રજા આપો. મણીચૂડ કહે છે હે મારા પરમ ઉપકારી! તમે તે મને નવું જીવન આપ્યું છે. આ બધું તમારા પ્રતાપે પામ્યો છું. તમે સમયસર પહોંચ્યા ન હોત તે મારા જીવનને અંત આવી ગયે હોત. તમે તે મારા ભગવાન તુલ્ય છે. હું તમને નહિ જવા દઉં. આ રાજ્ય તમારું જ છે. હું તે તમારે દાસ છું. તમે રાજ્ય સંભાળો. અને કહે છે