________________
૨૦૦
શારદા દર્શન નહિ પણ કર્મ અપાવવાનું સાધન-ધર્મ કરતાં શરીર સુકાઈ જાય તે વધે આવી જાય, આ મમતા ધર્મ ચૂકાવે છે. પેલે કૃપણ સાર્થવાહ તે થેલે જોશે ત્યારે રોશે પણ પેલા દયાળુ શેઠે તે પોતાનો નિત્ય કમ કરી, બપોરે જમીને મસાલા વેચવા જવા માટે તૈયાર થયાં. થેલામાં કઈ કઈ ચીજે છે તે જોવા માટે થેલે છે તે ઝગમગતા હીરા, માણેક, મોતી, નીલમ, પના વિગેરે ઝવેરાત જોયું. શેઠના મનમાં થયું કે આ કેઈનો થેલો અહીં આવ્યું લાગે છે. જેને થેલે હશે તેને કેટલું દુઃખ થયું હશે? તે થેલે શેાધતે હશે. મારો મસાલાનો થેલો ગુમ થયે ને આ થેલે કયાંથી આવે? શેઠ શેઠાણને પૂછયું કે તમે મારો થેલે કેઈની સાથે બદલ્યું છે? શેઠાણી કહે-નાથ ! હું તે એને અડી પણ નથી. તેમ આપણે ઘેર બીજું કંઈ આવ્યું નથી. ત્યારે શેઠે કહ્યું કે આ ધન આપણું નથી તે આપણાથી કેમ રખાય? આપણે રાજાને સુપ્રત કરી દઈએ.
માની લે કે તમને આવી રીતે થેલે મળી જાય તે શું કરો ? ઘરમાં રાખો કે રાજાને આપવા જાઓ? (શ્રોતામાંથી અવાજ :- અરે, કેઈને જાણ થવા ન દઈએ. તિજોરીમાં મૂકી દઈએ.) (હસાહસ) મારા મહાવીરના શ્રાવક કેવા હોય ? તમે પ્રતિક્રમણમાં શું બેલે છે? શ્રાવક પરધન પત્થર સમાન માને. પણ અત્યારે તે પરધન હાથમાં આવે તે ઘર સમાન. (હસાહસ) કેમ બરાબર ને ? પેલા શેઠને મળ્યું છે પણ રાખવું નથી ને તમને મળી જાય તે છોડવું નથી. શેઠ એની પત્નીને કહે છે આ ધન આપણું નથી. આપણી મહેનતનું નથી તે આપણાથી કેમ રખાય? જઈને રાજાને સોંપી દઈએ, આ સોંપવા જવા તૈયાર થાય છે ત્યાં દેવે અદશ્યપણે તેને કહ્યું કે શેઠ! એ ધન તમારું છે તમે રાખે. ત્યારે શેઠે કહ્યું મારું નથી. એ ધન મને ના ખપે. જેનું હશે તેને કેટલું દુઃખ થયું હશે ! માટે હું નહિ રાખું. ત્યારે દેવે કહ્યું કે એનો માલિક અભાગિયે કયાં કયાં દૂર દેશમાં છે. પણ જો તમે આ ધન રાજાને સેંપવા જશે તે ચારીને આરોપ તમારા માથે આવશે ને ધર્મ નિંદાશે. માટે ત્યાં જવું રહેવા દે, શેઠ કહે છે તમે જે મને કહે છે. તે કેણ છો? મને પરધન ખપતું નથી. માટે લેતાં મારું મન માનતું નથી. ત્યારે દેવે કહ્યું તમારી ધર્મ પરની દઢ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તેથી મેં આ રીતે કર્યું છે. માટે તમે ધન લઈ લે. તમે લઈને એનો સદુપયોગ કરશો ને એ કૃપણ પાસે ખાલી પડી રહ્યું હતું.
શેઠ બધી વાત સમજી ગયા, દેવે કહ્યું એટલે ધન રાખ્યું, પણ પિતાને માટે ઉપયોગ ન કર્યો. ધર્મના કાર્યમાં, શાસનની પ્રભાવના કરવામાં અને સ્વધર્મી અને દુઃખીઓની સેવામાં તેનો સદુપયોગ કર્યો. ટૂંકમાં આપણે અહીં એ સમજવાનું છે