________________
શારદા દર્શન
૨૦૧ કે જેના પુણ્ય પ્રબળ હોય છે તેને કેવી રીતે બધું મળી રહે છે. શેઠને દાનમાં ધન વાપરવામાં ખૂબ આનંદ આવતું હતું. જેને વાપરવું છે તેને મળી રહે છે. માણસ બે હાથે ગમે તેટલું રળે તે ઉંચે નથી આવતે પણ પુય જાગે તે આજનો ચીંથરેહાલ કાલે ચમરબંધી બની જાય છે, અને પુણ્ય પરવારી જાય તો આજનો શ્રીમંત કાલે રંક બની જાય છે. અહીં દેવકીમાતાના ભાગ્ય ચઢિયાતા છે. દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના છે. અહીં ત્રીજા સંઘાડે નીકળેલા મુનિઓ ત્યાં પધાર્યા. હવે દેવકીને કેવો આનંદ થશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – પરદુઃખભંજન અર્જુન મણીચૂડ માટે કેટલું કરી છૂટે છે. એને મણુંચૂડને રાજ્ય અપાવવાની ભાવનાથી વિદ્યુતવેગ રાજાને દૂત મેકલીને સમાચાર આપ્યાં કે તમે અન્યાયથી કપટ કરીને મણીચડનું રાજ્ય લઈ લીધું છે તે આપી દે. જે ન આપવું હોય તે યુધ્ધ કરવા તૈયાર થાઓ, ત્યારે વિદ્યુતવેગે ક્રોધમાં આવીને કહ્યું કે તારે અર્જુન વળી કેણ હું એને ચપટીમાં રોળી નાંખીશ.
મેરા ધનુષબાણ પાવક સમ, અજુન ઈધિન જાન, કેપ કરી સેના સજવાઈ, ધમકા સન્મુખ આન હે....શ્રોતા
એનો નાશ કરવા માટે મારું ધનુષ્ય અગ્નિ જેવું છે. જેમ અગ્નિમાં સૂકું લાકડું ભડભડ બળી જાય તેમ અર્જુન બળી જશે. માટે હે દૂત! તું અર્જુનને કહેજે કે જલદી યુદ્ધ કરવા આવી જા. હું તરત આવું છું. વિદ્યુતવેગ અર્જુન માટે જે જે શબ્દ છે તે દૂતે આવીને અર્જુનને કહ્યા. આ તરફ અભિમાની વિદ્યુતવેગે સેના તૈયાર કરી. દૂતના સમાચાર સાંભળી અર્જુનનું લેહી ઉકળી ઉઠયું. મૃગને મારવા માટે સિંહને તૈયારી કરવાની રહેતી નથી તેમ અર્જુનને તૈયારી કરવાની ન હતી. એની પાસે સૈન્ય ન હતું પણ મણીચૂડના સસરાને ખબર પડી એટલે પિતાનું વિશાળ સૈન્ય મેકર્યું હતું. વિદ્યુતવેગનું સૈન્ય પણ ઘણું મોટું હતું. બંનેના સૈન્ય યુધ્ધભૂમિમાં સામસામા ગોઠવાઈ ગયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને પક્ષના હજારો સિનિકે મરાયા. રાજા રાજાઓ રાજ્ય માટે લડે છે પણ વચમાં નિર્દોષ માણસે કેટલાં મરી જાય છે. કહેવત છે ને “પાડે પાડા લડે એમાં ઝાડનો બે નીકળી જાય.” એ રીતે અહીં પણ એવું છે. રાજય તે રાજાને મળે છે પણ બિચારા નિર્દોષ સૈનિકે કેટલા મરાય છે !
લડતાં લડતાં ધીમે ધીમે જેમ વાદળથી સૂર્ય ઘેરાઈ જાય છે તેવી રીતે વિદ્યુતવેગની સેનાએ અર્જુનને ચારે તરફથી ઘેરી લીધું. ત્યારે અને સૂર્યનાં કરોડો કિરણે પૃથ્વી ઉપર પડે છે તેમ વિદ્યુતવેગની સેના ઉપર બાણેનો વરસાદ વરસાવ્યો.