________________
૨૦૮
શારદા દર્શન નમું જલાને અહીં ખડી કરી દઉં પણ રાજા કહે છે પ્રધાનજી ! મારાથી આવું પાપ ન કરાય. મને મરી જવા દે. પ્રધાન કહે છે ના, આપ શાંતિ રાખો. હું નમુંજાલા પાસે જાઉં છું. હવે નમુંજાને અહીં લાવવી તે સામાન્ય કામ ન હતું. કદાચ લાવે તે પણ પાપનું કામ છે, અને ન લાવે તે મહારાજા મટે છે. રાજાને બચાવવા માટે પ્રધાન રાજાના મહેલેથી નીકળીને નમુંજલા પાસે આવ્યા. પ્રધાનને આવતા જોઈને નમું જલા ઉભી થઈ ગઈ ને પધારે પધારો કહીને તેનું સ્વાગત કર્યું. આજે દુનિયામાં મેટા માણસને સૌ આદર કરે છે. નમું જલાના મનમાં થયું કે આજે પ્રધાનજી મારે ઘેર પધાર્યા છે તે શું કામ હશે ? તેણે પૂછયું–મંત્રીશ્વર ! આજે આપનું પધારવું શા માટે થયું છે? ત્યારે પ્રધાને કહ્યું-કર્ણદેવ મહારાજા તને ચાહે છે એટલે હું તને રાજાના મહેલે આવવાનું આમંત્રણ આપવા આવ્યો છું. મહારાજા કર્ણદેવ તારા વિયેગમાં શ્રી રહ્યા છે. તું નહિ આવે તે એ ગૂરી ઝૂરીને મરી જશે. માટે તું રાજાના મહેલમાં ચાલ.
નકીની હોવા છતાં આર્ય દેશની નારીનું ગૌરવ” - બંધુઓ! હવે જોજો. આર્યદેશમાં જન્મેલી નર્તકીમાં પણ કેટલું ખમીર છે! નમું જલાએ પ્રધાનને કહી દીધું. મંત્રીશ્વર! જરા વિચાર કરીને બેલે. હું નર્તકી છું. વેશ્યા નથી. તમે શું જોઈને મને કહેવા આવ્યા છે? મહારાજા કાલે મરતે હોય તે ભલે આજે મરે. તમે જઈને રાજાને કહી દેજે કે નમુંજલા રાજનર્તી છે પણ વેશ્યા નથી. તમે એના સામે કુદષ્ટિ નહિ કરી શકે. જાએ, તમે જઈ ને રાજાને સમજો. તમે રાજાને સાચું ન સમજાવી શકે તે સાચા મંત્રી નથી. એક નર્તકીએ પ્રધાનને કે જડબાતેંડ જવાબ આપી દીધે! પ્રધાન એનું ખમીર જોઈને ખુશ થયે ને કહ્યું-નમું જલા! ભલે તું ન આવે તે કંઈ નહિ પણ તારા વને દાગીના મને આપ. નમું જલાએ કહ્યું-હા. આપ એ ખુશીથી લઈ જાઓ.
મીનળદેવી નમું જલાના વેષમાં” – નમુંજલાના વસ્ત્રાભૂષણે લઈને પ્રધાનજી મીનળદેવીના મહેલે આવ્યાં ને મીનળદેવીને કહ્યું–આજે આપને મહારાજાના મહેલે પધારવાનું છે. ત્યારે રાણી કહે છે મંત્રીશ્વર ! તમે મને દુઃખીયારીને શા માટે વધુ દુઃખી કરે છે ? મારી મશ્કરી ન કરો. કારણ કે મહારાજાએ મારે ત્યાગ કર્યો છે એટલે મને બોલાવે જ નહિ. ત્યારે પ્રધાને મીનળદેવીને સત્ય હકીક્ત સમજાવી, અને કહ્યું. આપ જ મહારાજાને બચાવી શકે તેમ છે. હું નમું જલાના વઓ અને અલંકાર લઈને આવે છું તે પહેરીને આપ મહારાજાના મહેલે પધારજો. પણ મહારાજા સાથે કંઈ વાતચીત કરશો નહિ. મૌન રહેજે, અને પ્રસંગ પતે એટલે મહારાજાની વીંટી લઈ લેજે. પતિને બચાવવા માટે મીનળદેવીએ એ