________________
શારદા દર્શન
૧૯ જોઈએ. હું એને સુખી બનાવી દઉં. આમ વિચાર કરીને દેવે અવધિજ્ઞાન દ્વારા જોયું તે એક બીજે સાર્થવાહ મહાપણ હતું. તેની પાસે ધન થાણું હતું. પણ એ મમ્મીચૂસ હતું કે ખાય નહિ ને ખાવા દે નહિ. ગરીબેને લૂંટીને ધન ભેગું કરતે નાકરેની પાસે કામ ખૂબ કરાવે ને પગાર ઓછો આપે એની સહેજ ભૂલ થાય તે ક્રોધાયમાન થઈને તેને પગાર કાપી લે. આવા કૃપણ શેઠની પાસે પેલા દાનવીર શેઠના મસાલાના થેલા જે એક થેલો હતે. તેમાં એ કૃપણુ શેઠે. હીરા માણેક, પના મેતી આદિ ઝવેરાત ભરેલું હતું. એ શેઠ થેલે જોઈને હરખાતે પણ તેમાંથી એક રનનો સદુપયોગ કરતું ન હતું. કુપણ માણસ ધન ન પિતે વાપરે કે ન બીજાને વાપરવા દે. તેના માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે
न देयं नोपभोग्य च, लुब्यौयद् दुःख सज्यितम् ।
भुङक्ते तदपि तच्चान्या, मधुहेवार्थविन् मधुः ॥ લભી પુરૂષએ દુઃખ વેઠીને જે ધન ભેગું કર્યું હોય છે તે ધન લેભી માણસ પિતે વાપરતે નથી કે બીજાને વાપરવા દેતું નથી. જેમ મધમાખીઓ મધપૂડામાં મધ એકઠું કરે છે પણ તે મધ ખાતી નથી ને બીજાને ખાવા દેતી નથી. છેવટે મધ લૂંટનારો આવીને મધ લઈ જાય છે તેમ લેભીયાનું ધન બીજા ભેગવે છે.
શેઠની ધર્મભાવના જોઈને પ્રસન્ન થયેલ દેવ” – અહીં પેલે દેવ વિચાર કરે છે કે આ કંજુસીયા ધનનો કંઈ સદુપયોગ કરતા નથી. આ થેલે પડી જ રહ્યો છે તે પેલા દાનવીર શેઠનો મસાલાનો થેલો હોય કે આ રનોની ભરેલા થેલે હોય બંને સરખું જ છે ને! આની પાસે પડી રહ્યું છે ને આ પવિત્ર શેઠને ધન મળશે તે એનો સદુપયોગ થશે. એમ વિચારી પેલે સાર્થવાહ એના પડાવમાં ઉંઘતે હતું ત્યારે એનો ઝવેરાતનો થેલે શેઠને ત્યાં મૂકી દીધું અને શેઠન મસાલાનો થેલો સાર્થવાહના પડાવમાં મૂકી દીધા. સાર્થવાહ તે સવારે એના સાથેની સાથે ચાલી નીકળે. બંને થેલા ઉપરથી સરખા હતાં એટલે એને શું ખબર પડે કે મારો થેલો બદલાઈ ગયો છે. ઉપરથી જુવે છે કે મારે થેલે સલામત છે. જેઈને હરખાય છે. ઝવેરાતને બદલે મસાલાનો થેલે છે છતાં આનંદ માને છે. કારણ કે મમતા છે ને? જ્યારે થેલે ખોલીને જોશે ત્યારે બિચારે પિક મૂકીને રડશે કે હાય! મારો થેલે કયાં ગયા ?
સમજાણું ? જીવ મમતામાં મરી રહ્યો છે ને મમતાના કારણે જીવ ધર્મ કરી શકતું નથી. કંઈકને શરીર પર મમતા છે એટલે વ્રત, નિયમ, તપશ્ચર્યા કરી શકતાં નથી. તપશ્ચર્યા કરીએ ને શરીર દુબળું પડી જાય તે ? પણ માની લે કે અશાતા વેદનીય કર્મનો ઉદય થયે ને શરીર દુબળું પડી જશે તે શું કરશે ત્યાં હરકત