________________
શારદા દર્શન
૧૯૫
કઈ ? આલા તેા ખરા, ભાતું, ખીઓ અને નાણાં. આ ત્રણ વસ્તુની તમારે આવશ્યકતા છે. અત્યારે પૈસા ખરચતાં ખાવાનુ ગમે ત્યાં મળી રહે છે. છતાં તમે કહા છે તે કે મુસાફીમાં ભાતું તે ખરાખર લેવુ જોઈ એ. કદાચ વનવગડામાં ટ્રેઈન અટકી જાય ને ખાવાનું ન મળે તે પાસે ભાતુ હાય તેા ખાઇ શકાય. અત્યારે તે ટ્રેઈને અને ખસેાથી મુસાફરી કરવાનો વ્યવહાર થઈ ગયા છે. એટલે જલ્દી પહાંચી જાવ છે. પણ પહેલાં ટ્રેઈને ન હતી. બળદગાડા કે ગાડીઓમાં, ઊંટ ઉપર કે ઘેાડા ઉપર કે પગપાળા મુસાફરી થતી હતી. ત્યારે ભાતું ને પાણીની સગવડ સાથે રાખવી પડતી હતી. સૂવા માટે ખીસ્સો અને ખચી માટે પૈસાની જરૂર પડતી. એ સમયમાં ઘેાડા પૈસાથી ચાલતુ હતું કે અત્યારે પાણીની જેમ પૈસાની જરૂર પડે છે. તમારી મુસાફરી તા મર્યાદિત છે છતાં ભાતાની જરૂર પડે છે. તેા વિચાર કરે કે જીવને કેટલી લાંખી મુસાફરી કરવાની છે ? ખખર છે ને ? પાંચા કે હજાર ગાઉની નહિ પણ સીમા નહિ તેટલા ગાઉની, આત્માકથી મુક્ત નહિ થાય ત્યાં સુધી લાંખી મુસાફરી કરવાની છે તે સાથે ભાતુ તે લેવું પડશે ને ? ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કે.
અષ્કાળ નો મત્યંત દુ, સપાદેએ વવજ્ઞર્ ।
गच्छन्तो सो सुही होइ, छुहा तण्हा बिवज्जओ ॥ २० ॥
મુસાફરી કરનારા માણસ સાથે સંપૂર્ણ સગવડ લઈને જાય છે તેા તે દુઃખી થતા નથી તેમ ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં જવાનુ થશે ત્યારે તમારી સાથે હાટ, હવેલી કે દુકાનેા આવવાના નથી પણ સાથે તે સત્ય, નીતિ, અને સદાચારથી જીવન જેટલુ પવિત્ર મનાવ્યું હશે તે કરણી સાથે આવશે ખાકી સાથે રાતી પાઈ પશુ આવવાની નથી, જીવનમાં અન્યાય, અનીતિ ને અધમ કરશેા તે સાથે શું લઈ જશે ? પાપ જ ને? ખરેખર આજે તા સદાચારી આત્માએ વિરલ હાય છે. બાકી જ્યાં જુએ ત્યાં ધન માટે દોડધામ ને હાયવેાય ચાલ્લી રહી છે. મુંબઈના પરાઓમાં વસતાં ઘણાં માણસા એના ખાળકાના ઉઠતાં પહેલાં વહેલી સવારે નાકરીએ ચાલ્યા જાય છે અને સાંજે ખાળકે સૂઈ જાય ત્યારે ઘેર આવે છે. એટલે એના બાળક તેના બાપને સંપૂર્ણ એળખતાં પણ નથી, રવિવારના દિવસે ઘેર હેાય ત્યારે એના ખાળકો એને આળખે છે કે આ મારા પિતા છે. આવી કક્રેાડી સ્થિતિમાં માણસા પેાતાના દિવસેા વીતાવે છે. છતાં માનવીની સંસારના રાગની તૃષ્ણા ઘટતી નથી. એની આશાના મિનારા કેટલા મેટા હાય છે! કહીએ કે દેવાનુપ્રિયા | તૃષ્ણા તજીને મહાવીરને ભજો. ત્યારે શું કહે છે તે જાણા છે ?
મારે થવું હજાર્ મીલવાળા, હજી બધાવવા ખાસ માળા,