________________
શારદા દર્શન
૧૯૩ અને બરાબર છ મહિના સાધના કરી ત્યારે તેના ઉપર પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓની દેવીઓએ પ્રગટ થઈને અર્જુનને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે મણીચૂડની આશા પૂરી કરે ને તેનું કાર્ય સિધ્ધ કરે. ત્યારે દેવીઓએ કહ્યું કે અમારો એવો નિયમ છે કે જે અમારી સાધના કરે તેના ઉપર અમે પ્રસન થઈએ છીએ. મણીચૂડ જે આવી વિધાએ સાધે તે અમે તેનું કામ કરીશું. એમ કહી દેવીઓ અદશ્ય થઈ. અને મણીચૂડને કહ્યું કે તું વિદ્યા સિધ્ધ કરવા માંડ. તેથી મણીચૂડ વિદ્યા સિધ્ધ કરવા માટે તૈયાર થય ને અને તેનો ઉત્તરસાધક બ. મણીચૂડે પણ થોડા સમયમાં વિદ્યા સિદ્ધ કરી લીધી. વિદ્યા સિદ્ધ કર્યા પછી બંને જણાં પર્વતની ટોચ ઉપર જઈને બેઠાં ને રાજ્ય કેવી રીતે મેળવવું તેમ વિચારે છે. ઉસી સમય નભ પથસે, ઉતરે આકર દેય વિમાન, સ્વર્ણ ઘૂઘરન છમ છમ કરતે, સૂરજ તેજ સમાન હે....શ્રોતા...
આ સમયે ત્યાં એકાએક ચમત્કાર થયે. ઘૂઘરીના રણકારથી દશે દિશાઓને ગજાવતાં, સેંકડો ધ્વજાઓથી વિભૂષિત, વિદ્યુતસમાન કિરણને ફેલાવતાં સૂર્ય જેવા તેજસ્વી બે વિમાન આકાશમાંથી નીચે ઉતર્યા. વિમાનોમાંથી ઉતરીને વિદ્યાધરોએ અર્જુન અને મણીચૂડને ન મસ્કાર કર્યો. ત્યાર પછી બંનેના શરીરને ઉત્તમ જાતિના તેલથી માલિશ કર્યું અને ગરમ પાણીમાં સુગંધિત પદાર્થો નાંખી સુગંધિત બનાવેલા પાણીથી બંનેને સ્નાન કરાવ્યું. નાન કરાવીને શરીરે ચંદનનુ વિલેપન કર્યું, અને બંનેને દિવ્ય વસ્ત્રો, તથા હીરા, માણેક, મોતીના હાર, બાજુબંધ, મુગટ વિગેરે આભૂષણે પહેરાવ્યા. ત્યાર પછી વિદ્યાધરીઓએ તેમના માથે છત્ર ધર્યું ને બીજી વિદ્યાધરીઓએ તેમની સામે સુંદર નાટક કર્યું. આ વખતે મણીચૂડની પત્ની ચંદ્રાનના વિમાનમાં આવી. એટલે બધાને ખૂબ હર્ષ થયા. મણીચૂડે બધા વિદ્યાધરોની વચ્ચે અર્જુનના ખૂબ ગુણ ગાયા ને કહ્યું મને જીવતદાન આપનાર આ મારો મહાન ઉપકારી વીર છે.
બંને જણ ત્યાંથી વિમાનમાં બેસીને વિજ્યાધ પર્વત ઉપર આવ્યાં ને ત્યાંથી આગળ વધી વૈતાઢય પર્વતના શિખર ઉપર રતનપુર નગરના દ્વારે પડાવ નાખ્યો અને બોલવામાં ચતુર એવા એક દૂતને અર્જુને વિદ્યુતવેગ પાસે મોકલ્યા.
દૂત આય રાજા એ તત્ક્ષણ, સારી બાત સુનાઈ, ભાલે નેક પત્ર ઝેલાકર, ખડા સામને આઈ શ્રોતા...
અને એક પત્ર લખી ભાલાની અણમાં ભરાવી દૂતને આપે ને કહ્યું કે તું વિદ્યુતવેગની સભામાં જા અને કહે કે અનાજીએ ભાલાની અણીએ ભરાવીને