________________
૧૯૦
શારદા દર્શન બીજા હતાં ને આ ફરીને આવ્યા તે બીજા છે પણ દેવકીજી ઓળખી શકતા નથી. દેવકીજીનું હૈયું તે નાચી ઉઠયું. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. મારે આંગણે કલ્પતરૂ ફળે. એમના આનંદની કઈ સીમા નથી. જેમ એક કડિયે પાલખ ઉપર ચણતે હતે. તેને લેટરી લાગી ને પહેલા નંબરનું લાખ રૂપિયાનું ઈનામ આવ્યું. છાપામાં તેના ફેટા સહિત જાહેરાત આવી. એટલે કેઈએ કહ્યું કે હે કડિયા ! પાલખ ઉપરથી નીચે ઉતર. તારે લેટરી લાગી ને લાખ રૂપિયાનું ઈનામ આવ્યું. ત્યારે કડિયે કહે છે હે ! એને એ આનંદ થશે કે તેનું વર્ણન કરી શકાય નહિ. તેમ દેવકીમાતાને સંત પધારવાથી અવર્ણનીય આનંદ થયે. તમને કેઈ સમાચાર આપે કે મહારાજ કે મહાસતીજી પધાર્યા છે તે હું મહાસતીજી પધાર્યા! એમ થતું હશે ને ? દેવકીમાતાને ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ જે પુત્ર એના મહેલે આવતાં આનંદ થતું હતું તેનાથી અનંતગણે આનંદ સંતને દર્શનથી થા. અને પહેલાં આવેલા મુનિઓને સિંહકેસરીયા લાડુ વહરાવ્યા હતાં તેવા લાડુ ફરીને ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવ્યા. બીજે કઈ વિચાર નથી કર્યો. જેના મહાન અહોભાગ્ય હોય તેને સુપાત્ર દાન દેવાને અવસર આવે.
દાન દેનાર પવિત્ર અને લેનાર પણ પવિત્ર” –એક વખત એક માસખમણને પારણે માસમણ કરનારા ઉગ્ર તપસ્વી સંત એક શ્રીમંતને ઘેર ગૌચરી પધાર્યા. ઘરમાં હીરાથી ઝગમગતી રૂપરૂપના અંબાર જેવી શ્રાવિકા હતી. બહેનને અઠ્ઠમ તપનું પારણું હતું. એટલે ઘરમાં પારણું માટેની બધી જોગવાઈ હતી, અને તપસ્વી સંત પધાર્યા. એટલે શેઠાણીને હર્ષને પાર ન રહ્યો. અહા ! આજે મારા ભાગ્ય ખુલી ગયા. લોકે દૂર દૂર સુધી તીર્થયાત્રા કરવા માટે જાય છે ત્યારે હું કેવી ભાગ્યવાન કે મારે આંગણે હાલી ચાલીને જંગમતીર્થ આવીને ઉભું છે. મુનિના દર્શન કરતાં તેનાં બંને નેત્રો પ્રકુલિત બની ગયા. તેણે ઉત્કૃષ્ટ ભાવે ઘરમાં લાડુ હતાં તે વહેરાવ્યા. આ વખતે આકાશમાં દેવદુભી વાગી ને અહદાન અહાદાન એવી ઘેષણ થઈ અને સાડા બાર કોડ નાની વૃષ્ટિ થઈ. આ બનાવ કંઈ છાનો રહે? આખા ગામના લેકે જોવા માટે ટેળેટેળા ઉમટયા, અને લેકે શેઠાણીની પ્રશંસા કરવા લાગ્યા.
આ શ્રાવિકા શેઠાણીની સામે એક વેશ્યા રહેતી હતી. સેનૈયાની વૃષ્ટિ જોઈને તેના મનમાં વિચાર થયે કે સાધુને લાડવા વહેરાવીને સેનૈયાની વૃષ્ટિ થાય છે તે બહુ સારું. મારે આખી જિંદગી પૈસા માટે પાપનો ધંધો કરવો પડે છે એ ન કરવું પડે. ત્યારે બીજી તરફ મુનિરાજ શ્રાવિકાને ઘેર વહેરવા પધારેલા ત્યારે એક ભાંડ તેની સામે ઉભે હતે. શેઠાણીને આગ્રહપૂર્વક મુનિને વહોરાવતાં જોઈને તેના