________________
૧૮.
શારદા દર્શન ખબર પડે કે અહીં એક વખત સાધુ ગૌચરી કરીને ગયાં છે તે બીજી વખત ગૌચરી કરવા તે ગૃહસ્થને ઘેર જાય નહિ. કારણ કે સંતે આહારના ગુધિ ના હોય. જે આહાર મળે તે પ્રેમથી આરોગી જાય. કદાચ કેઈક વખતે તીખે, કડ, કસાયેલું, ખાટે, ખારે આહાર આવી જાય તે પ્રેમથી સંયમના નિર્વાહને માટે અનાસકત ભાવથી આરોગે પણ શરીરને પુષ્ટ બનાવવાની ભાવનાથી આરોગે નહિ. અહીં મારે કહેવાનો આશય શું છે તે તમે સમજ્યા ? કે ગૃહસ્થને ઘેર સારા સારા આહારપાણની જોગવાઈ થતી હોય તે સાધુ એમ વિચાર ન કરે કે લાવે, ત્યાં જઈ એ. તે સારે આહાર મળે. તેમ બે મુનિએ સિંહ કેસરીયા લાડુ વહેરીને ગયા એટલે - બીજા મુનિઓ લાડુ વહોરવા માટે નથી આવતાં પણ આ દ્વારકા નગરી ઘણું વિશાળ છે. સંત પહેલાવહેલા પધાર્યા છે. તેથી હે મુનિએ ત્યાં આવી ગયા. દેવકીરાણીએ દૂરથી સંતને આવતાં જોયાં એટલે તરત ઉભી થઈને હર્ષભેર મુનિના સામે ગઈ, અને બેલી અહે મારા પ્રભુજી! પધારે..પધારે. સંતને જોતાં એના હૈયામાંથી કેવા ઉદ્ગાર નીકળ્યા.
દૂર તમે ના રહેશે પ્રભુજી! રહેજો મારા હૈયામાં, કેણે જાણ્યું કયારે જાગે, આંધી દિલના દરિયામાં આજ ભલે હે જળ જપેલા, છેતરનારી છે શાંતિ,
બીક મને છે આવી ચડશે, વાવાઝોડું ઉત્પાતી-દૂર તમે ના રહેશે. હે પ્રભુ! મારી ભાવના સદા પવિત્ર રહે, મારી ભાવનામાં કદાપિ ખામી ન આવે, તે માટે આપ મારા હૃદયમાં નિવાસ કરજે. મારા જીવનમાં સદા સત્સંગનું બળ રહેજે, કારણ કે માનવનું જીવન એક ટાયર જેવું છે. ટાયરમાં જે હવા ભરેલી હોય તે ગાડી અને સાયકલ બરાબર ચાલે છે. પણ જે હવા નીકળી જાય તે શું થાય? બંધ. ત્યાં તે તમે બંધ પડવા દે તેવા નથી. તરત જ હવા ભરાવી લે. આ રીતે માનવ જીવનરૂપી ટાયરમાં સત્સંગરૂપી હવા ભરવાની છે. સત્સંગની હવા નીકળી જશે તે આત્મા મેક્ષ મંઝીલે પહોંચી શકશે નહિ. વધુ શું કહું સત્સંગની હવા જીવનમાંથી નીકળી જાય તે જીવન સંસ્કારહીન બની જાય છે. સત્સંગની હવા કણ ભરી શકે? સાચા વીતરાગી સંતે હોય તે, અંતરના વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકતું નથી ને ત્યાગ કર્યા પછી વૈરાગ્ય વિના કરેલ ત્યાગ ટો નથી. સાચા વૈરાગ્યવાન સાધુના દિલમાં સદા એક ખટકારે હોય છે કે જદી કેમ આ ભવરોગમાંથી મુકત થાઉં ! જેમ કેઈ માણસ મહાભયંકર વ્યાધિમાં ઘેરાયેલું હોય ત્યારે શું વિચારે? કે ઝટ મારે રેગ કેમ મટે ? ગમે તેટલા પૈસા ખર્ચાઈ જાય પણ હવે મારાથી આ દર્દ સહન થતું નથી. જ્યાં એ સાંભળે કે હોંશિયાર