________________
શારદા દર્શન પછી તે ઘરમાં બટાટા આવે જ નહિ. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે આ લેકના સુખ માટે માનવ કેટલું કષ્ટ વેઠે છે. આટલું જે આત્મા માટે સહન કરે તે કામ થઈ જાય. અને છ મહિના સુધી ખૂબ કષ્ટ વેઠયું. છ મહિના બરાબર એક ચિત્તે સાધના કરી અને મણીચૂડ ઉત્તરસાધક બન્યું હતું એને પણ એટલું કષ્ટ સહન કરવું પડયું. છ મહિના પૂરા થયા ત્યાં શું ચમત્કાર થયે?
પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાકી, અષ્ટદેવી પ્રગટાય, દે દર્શન કહે માંગ પુરૂષ તુ, જો તેરે મન આય હે શ્રોતા.....
આકાશમાં વીજળીના ઝબકારાની માફક પ્રકાશ પ્રકાશ થઈ ગયા અને રૂમઝૂમ ઘૂઘરા વગાડતી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓની આઠ દેવીઓ ત્યાં હાજર થઈ. તે દેવીઓએ કહ્યું છે અનજી! આપના અદ્ભૂત તપથી ને જાપથી અમે આપના ઉપર પ્રસન્ન થયાં છીએ. તે આપની જે ઈચ્છા હોય તે વરદાન માંગી લે. આપ અમને હુકમ કરે તે કાર્ય કરવા અમે તૈયાર છીએ, ત્યારે અને કહ્યું કે હે માતા! હું તે ઘર છોડીને વનવાસ આવ્યો છું. મારે કઈ ચીજની જરૂરિયાત નથી. મારા માટે મેં કઈ સાધના કરી નથી. મારે કઈ દીકરા-દીકરી કે ધનની જરૂર નથી. મને કેઈ જાતની સ્પૃહા નથી. મેં તે આ મણીચૂડની આશા પૂરી કરવા માટે સાધના કરી છે. તે હે માતા ! મણીચૂડનું દુઃખ મટે ને તેને સુખ થાય તેવું કરજે. અને
જ્યારે હું આપનું સ્મરણ કરું ત્યારે મને સહાય કરજે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૫ શ્રાવણ સુદ ૧૩ને ગુરૂવાર
તા. ૨૮-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી, વિશ્વવત્સલ, વિતરાગપ્રભુએ સંસાર અટવી પાર કરીને મોક્ષ મંઝીલે પહોંચવા માટે દિવ્ય કેડી બતાવી છે. તે કેડીએ ચાલવામાં સદ્દગુરૂદેવે દીવાદાંડી રૂપ છે. સદૂગુરૂ કહે છે કે સંસાર અટવીન વિષમ માર્ગે જતાં તું ભૂલે ન પડે તેની પૂરી સાવચેતી રાખજે. સદ્દગુરૂની આજ્ઞામાં રહીને વીતરાગ પ્રભુએ બતાવેલા દિવ્ય માર્ગોની કેડીએ જે જીવ ચાલે તે તેનું અવશ્યમેવ કલ્યાણ થાય.
નેમનાથ પ્રભુએ બતાવેલી દિવ્ય કેડી પર ચાલી રહેલા છ અણગારોમાંના બે અણગારે દેવકીરાણીના મહેલેથી વહેરીને બહાર નીકળ્યા. દેવકીજીના હૈયામાં હર્ષ સમતે નથી. ડીવાર પછી બીજા બે મુનિરાજે આવતાં દેખાયા. બંધુઓ ! જૈનમુનિઓને