________________
શારદા દર્શન
૧૮૫ જેના દિલમાં દયા છે તેવા માનવીના આંગણે કોઈ ગરીબ માણસ માંગવા આવે તે બેસી ન રહે. પિતાનું સર્વસ્વ જતું કરીને આપી દે, એક વખત એક રાજકુમાર એના પિતાને વંદન કરવા ગયે ત્યારે પિતાએ કહ્યું-બેટા ! આજે હું મંદિરે દર્શન કરવા જઈ શકું તેમ નથી. તું દર્શન કરી આવ. પુત્ર કહે-ભલે પિતાજી, રાજાને નમન કરીને કુંવર જાય છે ત્યારે એના પિતાએ ખુશ થઈને એની ડેકમાં હીરાનો હાર પહેરાવી દીધા. કુંવર દર્શન કરવા જાય છે. માર્ગમાં ગરીબનું ટેળું મળ્યું. તે કરગરીને કહે છે હે ગરીબ નિવાજ ! અમારું રક્ષણ કરે. પાંચ પાંચ દિવસના ભૂખ્યા છીએ. કુંવર ખૂબ દયાળુ હતા. પિતાએ પહેરાવેલ હીરાની હાર ગરીબને આપી દીધું ને કહ્યું કે આમાંથી સરખા ભાગે ધન વહેચી લેજે, ત્યારે ઈર્ષાળુ માણસેએ રાજા પાસે જઈને ચાડી ખાધી કે તમારા કુંવરજી જે આમ દાન દેતાં ફરશે તે ભંડાર ખાલી થઈ જશે. આથી રાજાને કુંવર ઉપર ક્રોધ આવ્યું ને ખૂબ ધમકાવ્યા. ત્યારે કુંવરે કહ્યું-પિતાજી! આપે મને હાર આપ્યો હતો એટલે એ મારી માલિકીનો ગણાય તેથી મેં દુઃખીઓને દાનમાં આપ્યો. રાજા કહે છે એવા દાન કરવા પોષાય નહિ, જે તારે આમ કરવું હોય તે તું મારા રાજ્યમાં ન જોઈએ. ચાલ્યા જા અહીંથી. કુંવર દાન દીધા વિના રહી શકે તેમ નથી. પિતાજીની આજ્ઞા થતાં તે ગામ છોડીને ચાલ્યા ગયા. પાસે ધન ન હતું પણ જંગલમાં કઈ દુઃખી દેખે તે તનથી તેની સેવા કરતે હતે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે આંગણે માંગણ આવે ત્યારે દાતાર છૂપ રહી શક્યું નથી. કેઈ સ્ત્રીની આંખે ચંચળ હોય તેણે ગમે તે ઘૂંઘટ તાણ્યો હશે તે પણ છાની નહિ રહે, તેમ કેઈ મહાન વ્યક્તિ પિતાના મોઢા પર ભભૂતિ લગાડીને પોતાનું તેજ છૂપાવવા માંગે તે તે છૂપું રહેતું નથી. એ તે દેખાઈ આવે છે.
- આ રીતે ને કલેક વાંચીને ભોજરાજાને ખાત્રી થઈ ગઈ કે આ લેક બીજા કોઈને બનાવેલે નથી પણ કવિ કાલીદાસને જ છે. કલેક લઈને આવેલા બ્રાહ્મણને ભોજરાજાએ કડકાઈથી કહ્યું કે પંડિતજી ! સાચું કહો. આ લેક તમે બનાવ્યો છે કે બીજા કેઈએ ? આ કલેક બનાવનાર કેણ છે તે મારા જાણવામાં આવી ગયું છે. હવે તમે ખોટું બોલશે તે ચાલવાનું નથી. જો તમે સાચું કહેશે તે ચોગ્ય ઈનામ આપીશ. આવેલા પંડિતે રાજાને રૂઆબ જોઈને સત્ય વાત કહી દીધી કે આ કલેક મેં નથી બનાવ્યા. કાલીદાસ કવિએ બનાવ્યું છે. રાજાએ પૂછયું કે તેઓ ક્યાં રહે છે? પંડિતે તેનું ઠામઠેકાણું બતાવી દીધું. એટલે રાજાએ પંડિત કવિ કાલીદાસને માનભેર ધારાનગરીમાં આવવાનું આમંત્રણ આપ્યું ને ખૂબ ઠાઠમાઠથી તેમનું સ્વાગત કરીને નગરમાં લાવ્યા.
૨૪