________________
શારદા દેશન
૧૮૩
કરે છે તે રાગ અસાધ્ય છે. ઈર્ષ્યાળુ મનુષ્ય વગર રાગે રાગી જેવા બની જાય છે. આ પંડિતાને પણ કાલીદાસ પતિના ગુણેાની પ્રશંસા, સત્કાર-સન્માન સહન ન થવાથી રાજા પાસે આવીને કાલીદાસ પંડિતની નિંદા કરતાં હતાં. પહેલાં તા રાજાને એ ગમતું ન હતું, પણ રાજ એક પ્રકારની વાત થાય એટલે માણુસનુ મન ફ્રી જાય છે. રાજ રાજ તેની નિંદા સાંભળવાથી ભોજરાજાનું મન કવિ કાલીદાસ ઉપરથી ખાટું થઇ ગયું. એટલે વાતવાતમાં તેનું અપમાન કરવા લાગ્યા. પાતાના ઉપર રાજાને અભાવ થયા છે તેમ સમજીને કાલીદાસ પડિંત તે રાજ્યનો ત્યાગ કરી ખીજા રાજ્યમાં ચાલ્યા ગયા. જેનામાં ગુણ છે તે તે સત્ર પૂજાય છે.
કાળીદાસ પતિને ગયા ઘણું! સમય પસાર થઈ ગયા. આ તરફ ખીજા પંડિતનુ જોર ખરાખર જામ્યું છે. એક વખત કવિ કાલીદાસનું સુંદર સાહિત્ય ભેાજરાજાના હાથમાં આવ્યુ'. રાજાને વાંચતા ખૂબ આનંદ થયા ને કાળીદાસ પંડિતની યાદ આવી. આ તેા રાજા વાજા ને વાંદરા કહેવાય. ઘડીકમાં યાદ કરે ને ઘડીકમાં ભૂલી જાય. રાજાને કાળીદાસ ખૂબ યાદ આવ્યા. એ મારા રત્ન જેવા પંડિત ક્યાં ગયા ? એને શેષ કરવા માટે રાજાએ એક યુક્તિ કરી. આખા નગરમાં જાહેરાત કરાવી કે જે કાઇ નવા શ્લેાક મનાવીને લાવશે તેને એક લાખ સેાનામહારા ઈનામમાં આપવામાં આવશે. આ જાહેરાત નગરજનોએ સાંભળી. લાખ રૂપિયા કાને ન ગમે? તમે પણ લેવા માટે ક્રોડા ને? તમને જો ના આવડતુ. હાય તે। અમારી પાસે આવે. અને કહેશે કે મહાસતીજી ! મને કાઈ નવા લેાક બનાવી આપેને. પૂછીએ કે ભાઈ! તમારે વળી નવા બ્લેક બનાવવાની શી જરૂર પડી ? તા કહેશે કે લાખ રૂપિયાનુ' ઇનામ મળવાનુ છે. (હસાહસ) જીવની કેવી દશા છે !
રાજા ભાજની જાહેરાત સાંભળીને નવા નવા પડિતા નવા નવા લેાક બનાવીને આવવા લાગ્યા. આ રાજાના દરબારમાં ત્રણ માટા પ’ડિતા હતાં. તેમાં એક પંડિત એક વાર સાંભળે ને તેને લૈક આવડી જાય. ખીજાને એ વખત સાંભળે ને યાદ રહી જાય અને ત્રીજો પ`ડિત ત્રણ વાર સાંભળે ને યાદ રહી જાય. એવી તેમની યાદશક્તિ હતી. એટલે જે પંડિત નવા લેાક બનાવીને લાવતા તે એક વખત મેલે એટલે પહેલા પ'ડિતને કંઠસ્થ થઈ જતા. બીજી વખત મેલે એટલે મીજાને અને ત્રીજી વખત ખેલાય એટલે ત્રીજાને કંઠસ્થ થઇ જતા હતા. પછી ત્રણે ક્રમસર એટલી બતાવતાં અને કહેતાં આ શ્લાક તે અમને આવડે છે. એટલે લાખ સાનામહારા ઈનામ મેળવવાની હાંશમાં નવે êાક બનાવીને લાવનાર પડતા વીલે માઢે પાછા ફરતાં હતાં. આવું ઘણા વખત સુધી ચાલ્યું. ધીમે ધીમે કરતાં આ વાત ખૂબ ફેલાઇ એટલે કવિ કાલીદાસને ખબર પડી. આ વાત સાંભળીને તેના દિલમાં ભારે દુઃખ થયું. અહા! આ તે