________________
૧૮
શારદા દર્શન એવા મેહિક ચિત્રો ન જોવાય જેમાં મહની વાત આવતી હોય, તેવા પુસ્તકે પણ વંચાય નહિ.
આજે વૈજ્ઞાનિક યુગ આવી ગયા છે. તેમાં મોહ વિલાસનાં સાધનો વધ્યાં છે. એટેમેટિક સાધનો વધ્યા છે. એટલે શ્રમ કરવાનો એ છે કે તે એશઆરામ વધ્યા. બહારના વાંચન વધ્યા. માણસ કામકાજથી નિવૃત્ત બને એટલે નાટક સિનેમા જેવા જાય. જેમાં મોહનાં નાટક ભર્યા હોય તેવા પુસ્તક વાંચે છે. પછી બ્રહ્મચર્ય કયાંથી પાળી શકે? આજથી ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં એક યુગ એવો હતો કે માણસે શ્રમ કરીને જીવન ગુજારતા હતાં. પિતાના કામકાજથી નિવૃત્ત થતાં ત્યારે આધ્યાત્મિક પુસ્તકનું વાંચન કરતાં હતા. ધર્મધ્યાન કરતાં હતાં ને ભેગાં થઈને જ્ઞાનગોષ્ટી કરતાં હતાં તેમજ બાધ મળે તેવા ઉંચા સાહિત્યનું સર્જન કરતાં હતાં. એ જમાનામાં મેટા મોટા રાજાઓને પણ જ્ઞાનગોષ્ટિ કરવામાં ઘણે રસ હતો. એટલે પિતાના રાજ્યમાં મોટા મોટા પંડિતેને રાખતા. તેમની સાથે જ્ઞાનગોષ્ટિ કરતાં અને ખુશ થઈને ક્યારેક ઈનામ આપતાં હતાં.
એક વખતનો પ્રસંગ છે. ભોજરાજાને જ્ઞાનગેષ્ટિ કરવાનો ખૂબ શેખ હતે. એટલે તે રાજ્યમાં મોટા મોટા વિદ્વાન પંડિતે રાખતા હતાં. તેમાં કવિ કાલીદાસ પંડિત મુખ્ય હતા. કાલીદાસ પંડિત બધા પંડિતમાં બહુ શ્રેષ્ઠ હતા. એમની શક્તિ ખૂબ હતી. તેથી તે નવાં નવાં સાહિત્ય લખે. નવા નવા કે અને કાનું સર્જન કરતા. એમની કૃતિઓ ભોજરાજાને ખૂબ ગમતી હતી. એટલે એ ભોજરાજાના માનનીય પંડિત બની ગયા. એમની કૃતિઓથી ખુશ થઈને રાજા કયારેક એમને મોટું ઈનામ આપી દેતા. તેથી બીજા પંડિતને કાલીદાસ ઉપર ખૂબ ઈર્ષા આવતી હતી. દુનિયાનો નિયમ છે કે જ્યાં ગુણવાન હોય ત્યાં અવગુણી હોય. ગુણવાનના ગુણેની પ્રશંસા થાય ત્યારે બીજાથી સહન થતી નથી એટલે તેની સામે ઈર્ષા કરે છે ને બળી જાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે બધી વનસ્પતિ લીલીછમ બની જાય છે ને જવા સૂકાઈ જાય છે. અને જ્યારે બધી વનસ્પતિ સૂકાઇ જાય છે ત્યારે જવાસ લીલુંછમ બની જાય છે. તે રીતે ઈર્ષાળુ મનુષ્ય બીજાના ગુણેની પ્રશંસા સાંભળીને ખુશ થતાં નથી પણ ઈર્ષ્યાથી બળી જાય છે. પણ એના ગુણેની કદર કરતાં નથી. ઈર્ષ્યા એક પ્રકારનો રોગ છે. વિદુરનીતિમાં પણ
य इष्यु परवित्तषु, रुपे वीर्य कुलान्वये ।
सुख सौभाग्य सत्कारे, तस्य व्याधिरनन्तकः॥ જે મનુષ્ય બીજાના ધન, રૂપ, બળ, કુલીનતા, સુખ-સૌભાગ્ય, સત્કારની ઈર્ષ્યા