________________
શારદા દર્શન
જય જ્યકાર બેલા. સારી નગરીમાં ચંદનબાળાને સૌએ ઓળખી. એના માસી અને માસાએ પણ ઓળખી. આ પ્રતાપ કેનો? ભગવાનનો. જે ભગવાન ત્યાં ન પધાર્યા હતા તે ચંદનબાળાને કેઈ ઓળખત નહિ. ટૂંકમાં આવા પવિત્ર સંતાન સમાગમ નાના માનવીને પણ મહાન બનાવે છે. દાનવને માનવ બનાવે છે. નરકમાં જતાં અટકાવી સદ્ગતિમાં લઈ જાય છે.
પવિત્ર તેના ગુણગાન કરતી દેવકીરાણી કહે છે પ્રભુ! ક્યાં રાઈ ને ક્યાં મેરૂ! ક્યાં ગુલાબ ને કયાં આંકડો ! તમે એવા મહાન છે. તમે સંસાર દાવાનળમાંથી બહાર નીકળ્યા છે. હું દાવાનળમાં બળી રહેલી છું. આપે પધારીને પરમ શીતળતા આપી છે. આમ સંતના ગુણગાન કરતાં આનંદ પામતી દેવકીરાણી સિંહ કેશરીયા મોદકનો માટે થાળ ભરીને લાવી. મા તે મારે વિકારા અને તે લાડુ અણગારોને વહેરાવ્યા. સિંહ કેશરીયા લાડુ ૮૪ જાતનાં ઉંચા પ્રકારનાં વસાણું નાંખીને બનાવવામાં આવે છે. તેને સામાન્ય માનવી પચાવી શકે નહિ. એને પચાવવા માટે એવું સંઘયણ જોઈએ. સંગ્રહણીના દર્દીને શીર ખવડાવવામાં આવે તે બિચારે વહેલે મરી જાય. શરીર જે આહાર પચાવી શકે તે ખવાય, ન પચે તે ખેરાક ખાય તે માંદે થાય. ઉત્તમ જાતિના માદક દેવકીરાણી ખૂબ આગ્રહ કરીને તેને પહેરાવે છે. સાધુ જરૂરિયાતથી વધારે કદી લેતા નથી. તેમજ સાધુએ શુધ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આહાર મર્યાદિત કરવું જોઈએ. જેટલો આહાર વિકૃતિવાળો હોય તેટલી બ્રહ્મચર્ય પાલનમાં હાનિ થાય છે. તમારે પણ જે બરાબર બ્રહ્મચર્યનું પાલન કરવું હોય, ઈન્દ્રિઓના વિકારને ઘટાડવા હોય તે ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખો. બને તેટલે તપ કરો. જૈન દર્શનમાં બ્રહ્મચર્યનો જેટલું મહિમા બતાવ્યો છે તેટલો બીજે ક્યાંય નથી બતાવ્યું. વિનોબાભાવે પણ છેલ્યાં છે કે આજની સરકારને સંતતિ નિયોજનની ચેજના કરવી પડી છે તેમાં સંતતિ નિજન કરવા જતાં ભ્રષ્ટાચાર વધે છે, ને ચારિત્રનાં મૂલ્ય ઘટયાં છે. જૈનદર્શને બ્રહ્મચર્ય પાલનની જે પ્રણાલિકા બતાવી છે તેને જે સૌ અનુસરે તે સરકારને સંતતિ નિજન કેન્દ્ર ખેલવાની જરૂર નહિ પડે. બીજો અપરિગ્રહવાદ બતાવ્યું છે કે જરૂરિયાતથી વધુ સંગ્રહ કરે નહિ. જે સારી દુનિયા આ સિદ્ધાંત અપનાવી લે તે આજે આ સામ્યવાદ અને મૂડીવાદ સામસામી હરીફાઈ કરી રહ્યાં છે તે પણ અટકી જાય ને કોઈ જાતનું તેફાન ન રહે. સારી દુનિયા ઉપર સ્વર્ગ જેવી શાંતિ પથરાઈ જાય. બંધુઓ ! જૈન ધર્મના નિયમ ઉપર અન્ય લોકોને આટલું ગૌરવ છે ત્યારે જેનોને એનું ગૌરવ નથી. તમે બ્રહ્મચર્યની મહત્તા જે સમજે તે મહાન લાભના ભાગી બનો. બ્રહ્મચર્ય પાળનારે દરેક બાબતમાં સાવધાન રહેવું જોઈએ.