________________
૧૮૦
શારદા દર્શન પણ નહિ ઉપજે. સેના જે આત્મા અને દાગીના જે દેહ એ બેમાંથી તમે કેને મહત્વ આપશે? જ્ઞાની પુરૂષોએ આત્માને મહત્વ આપ્યું છે. દેહને તો સાધના કરવાનું સાધન માન્યું છે. ચૈતન્ય દેવનો ચળકાટ અનેરે છે ને આ દેહ તે જડ છે.
જેમણે શરીરને સંયમની સાધના કરવાનું સાધન માનેલું છે અને આત્મતત્વને પછાડ્યું છે તેવા છ અણગારે ગૌચરી કરવા માટે દ્વારિકા નગરીમાં નિર્દોષ આહારની ગવેષણું કરતાં કરતાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની માતા દેવકીરાણીના મહેલે બે અણગાર પધાર્યા. સંતેને જોઈને દેવકીરાણીના હૈયામાં હર્ષની છોળે ઉછળવા લાગી. સંતેને સાત આઠ પગલાં સામી જઈ વંદન કરીને જ્યાં વસુદેવ મહારાજા કૃષ્ણ વાસુદેવ અને બધી રાણીઓ જમતાં હતાં તે રસોડામાં લઈ ગઈ અને સિંહકેશરીયા લાડુનો થાળ ભરીને લઈ આવી. એ લાડુ વહેરાવતાં પણ સંતે પ્રત્યે કેટલી ઉત્કૃષ્ટ ભાવના છે! અહા, મારા તારણહાર આજે મારે આંગણે પધારીને મને ધન્ય બનાવી. તમે કેટલાં મહાન છે. શબ્દમાં સમાય નહિ એ તું મહાન કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાનગજું નથી મારું એવું કહે આ જબાન-કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન.
દેવકી કહે છે અહે મારા પ્રભુ! અને પ્રભુના સંત ! તમે કેટલાં બધા મહાન છે. દેવકીને ભગવાન અને તેમના સંતે પ્રત્યે ખૂબ માન છે. બીજને ચંદ્રમા એ ચંદ્રમાં કહેવાય ને પુનમનો ચંદ્ર એ પણ ચંદ્રમાં છે. બીજમાંથી પુનમનો ચંદ્ર થાય છે. એટલે આપ મારા ભગવાનના અંશ છે. તમે કેટલા પવિત્ર છે ! તમારામાં કેટલા ગુણ ભર્યા છે. તમારા ગુણેનું વર્ણન કરવાની મારામાં તાકાત નથી. મારી જીભ એક છે પણ બીજી હજારો જીભે ભેગી કરીને તમારા ગુણ ગાઉં તે પણ પાર આવે નહિ એવા મારા ગુણીયલ ગુરૂ ! આજે મારે આંગણે પધારીને તમે મને પાવન બનાવી છે.
ચંદનબાળા સતી ધનાવાહ શેઠને ત્યાં હતી. એ ગામના રાજાની રાણી ચંદનબાળાની સગી માસી હતી. પણ એને ખબર ન હતી કે મારી ભાણેજને માથે આવા કષ્ટ પડયાં છે, પણ જ્યારે ચંદનબાળાને આંગણે મહાવીર પ્રભુના પાવનકારી પગલાં થયા, પાંચ માસ અને પચ્ચીસ દિવસની ઉગ્ર તપશ્ચર્યાના પારણે ચંદનાએ પ્રભુને અડદના બકુળા વહોરાવ્યા ને પ્રભુનો અભિગ્રહ પૂરે થયે ત્યારે આકાશમાં દેવદુર્દશી વાગી. “અહેદાન અહેદાન” દેવેએ એવી દિવ્ય ઘોષણા કરી એનો ગેબી અવાજ સારી નગરીમાં સંભળા, અને સાડાબાર કોડ સેનૈયાની વૃષ્ટિ થઈ. આ સમયે ગામના રાજા-રાણી અને પ્રજા સી દેડીને આવ્યા, અને સતી ચંદનબાળાનો