________________
૧૭૮
શારદા દર્શન બંધુઓ ! મોહનીય કર્મ ભયંકર છે. તે ભલભલાને નચાવે છે. જ્યાં મહ છે, મમતા છે ત્યાં જીવને દુઃખ થાય છે, પણ જ્યાં રાગ કે મોહ નથી ત્યાં કાંઈ દુઃખ થતું નથી. તમારી બાજુમાં પાડોશીની દીકરે સીરીયસ થઈ ગયો છે. ઘડી બે ઘડીનો મહેમાન છે. બાર વાગ્યાનો ટાઈમ છે. બોલો શું કરે? ઝટ જમી લે ને ? છોકરા સીરીયસ છે છતાં કેમ ગળે ઉતર્યું? મારાપણાની મમતા નહોતી એટલે ને? જે પિતાનો દીકરે સીરીયસ હોત તે રોટલીનું બટકું ગળે ઉતરત? “ના.” ટૂંકમાં મેહ માણસને પીગળાવી દે છે. એટલે દેએ અર્જુન એના ધ્યાનમાંથી ચલાયમાન થાય તેવું દશ્ય ઉભું કર્યું.
કુંતામાતાનું રૂપ બનાવીને સામે બેસાડયા અને કેઈ તેને માર મારવા લાગ્યા. કઈ તેની સાડીનો પાલવ ખેંચવા લાગ્યા. ત્યારે કુંતામાતા રડતાં રડતાં કહે છે બેટા અર્જુન! તું તારી માતા સામું તે જે. છતાં દીકરે વાંઝણી જેવી મારી દશા છે. આ દુષ્ટ મને માર મારે છે. મારી ઈજ્જત લૂટે છે. આમ ખૂબ ચીસે પાડે છે. પણ અર્જુનછ ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી. એમનું ધ્યાન એવું છે કે બહાર શું થાય છે તેની એમને ખબર ન પડે. કેટલી ચિત્તની સ્થિરતા હશે! તમે તે એક નવકારવાળી ગણે એટલીવાર પણ ચિત્ત સ્થિર રહેતું નથી. “માળાના મણકા ફરે હાથ પર ને મન ફરે ચકળે.” એવી જીવની દશા છે.
કુંતામાતા કાળે કલ્પાંત કરે છે છતાં અર્જુનનું ચિત્ત ચલિત થતું નથી. જ્યારે દ્રૌપદીનું રૂપ બનાવ્યું. એમણે વિચાર કર્યો કે માણસ પરણે એટલે એને માતા કરતાં પણ પત્ની વિશેષ વહાલી હોય છે. માટે દ્રૌપદીને રડતી જોશે તો તેને હદય પીગળી જશે. દ્રૌપદીનું રૂપ કરીને બેઠાં. પછી કઈ ભાલાથી વધવા લાગ્યા, કોઈ એની લાજ લૂંટવા માટે એના વસા ખેંચે છે. ત્યારે દ્રૌપદી કરૂણ સ્વરે વિલાપ કરતી કહે છે અહ, સ્વામીનાથ! હું પાંચ પાંચ પતિની પત્ની પાંચાળી હોવા છતાં આ દષ્ટ પુરૂષ તમારી સામે મારી ઈજજત લૂટે છે. તે તમે કેમ બેસી રહ્યાં છે ?
ધ ધારી અન! તમે તે મહાન પરાક્રમી છે ને આમ કેમ બેસી રહ્યા છે? તમારાથી આ અત્યાચાર કેમ સહન થાય છે? તમે મને બચાવે.બચાવે એવે ચીસો પાડે છે પણ અર્જુનછ તે જાણે નિચેતન કલેવર ન હોય તેની માફક સાધનામાં સ્થિર રહ્યા છે. લૌકિક વિજય માટે આટલું કષ્ટ સહન કરવું પડે છે તે આત્મવિજય માટે કેટલું સહન કરવું પડે તેને વિચાર કરો. વધુ ભાવ અવસરે.