________________
શારદા દર્શન
૧૭૭
ખાલેા મધુઓ! આ ઘરબાર, માલ મિલ્કત, પત્ની, પુત્રો મધું છેડીને જવું ગમશે ને ? આવું સાચું ઘર બતાવનારા સતા તમને વારંવાર નહિ મળે માટે તમે જાગી જાવ. મેાક્ષમાં જવાનો સાચો માર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. જેને જવાની લગની લાગી છે તેવા આત્માએ જાગી ગયા છે. હવે જેને જલ્દી મની ભેખડા તાડી ભવ વન એળંગીને મેાક્ષમાં જવાની લગની લાગી હોય તે જલ્દી જાગી જજો. અહી' દેવકીમાતાને પશુ ભવ વનમાંથી બહાર કાઢનાર સંત મળ્યા છે. તે સંતને જોઈ ને ગાંડીઘેલી ખની ગઈ છે અને વહેારાવવા માટે સ’હકેશરીયા લાડુનો થાળ ભરીને લાવી છે. હવે એ સ ંતને લાડુ વહેારાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- અર્જુન પરોપકાર માટે કેટલુ' કષ્ટ સહન કરે છે ! એમણે ખીજાતુ દુઃખ મટાડવા માટે એવા વિચાર ન કર્યો કે હું આટલું મોટું સાહસ કરુ છુ. તેમાં જો હું કદાચ મરી જઈશ તે મારા માતા-પિતા, ભાઈ એ અને દ્રૌપદીનુ શુ થશે ? પરદુઃખભંજન અને પરોપકારી પુરૂષામાં સ્વાર્થ વૃત્તિ હોતી નથી. અહીં અજુ નને એવી ભાવના પણ નથી કે હું આ મણીચૂંડને તેનું રાજય અપાવી દઉં... એટલે મને તે સારે। કહેશે. મારી પ્રશ'સા કરશે ને મને દુઃખમાં સહાય કરશે. આવા વિચાર સરખા પણ નથી. ખસ, એક જ ભાવના છે કે મને માનવજીવન મળ્યું છે તેા કંઈક કરી છૂટુ'. રાજમહેલ છેાડીને વનવાસ આવવુ પડયુ. તે પાપકાર માટે જ ને ? જે એમણે એમ વિચાર કર્યાં હાત કે ગાયાને છેડાવવા કેવી રીતે જાઉં? ધનુષ્યમાણ દ્રૌપદીના મહેલે પડયા છે. જો લેવા જઈશ તા પ્રતિજ્ઞાનો ભંગ થશે ને વનવાસ જવું પડશે. માટે મારે જવુ નથી. આવા વિચાર કર્યાં હાત તેા વનમાં આવવું પડત નહિ. પણ પોતાનું જે થવું હાય તે થાય પણ ગાને ખચાવવી સાચી. માટે ધનુષ્યબાણુ લેવા ગયા. ગાચાને બચાવી પ્રતિજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યા. અહીં પણ કેવી પવિત્ર ભાવના છે!
વિદ્યા સિધ્ધ કરવા માટે ધ્યાન લગાવીને બેઠા. પાંચ સાત દિવસ થયાં ત્યાં વ્યંતર દેવાના ઉપદ્રવ શરૂ થયા. ધ્રુવા અનેક પ્રકારનાં રૂપે કરી શકે છે. એટલે સિંહ, વાઘ, વરૂ, સપ`, વીંછી વિગેરે અનેક રૂપે લઇને અર્જુનને ખવડાવવા લાગ્યા. તા પણ અર્જુન ડી નહિ. તે પેાતાના ધ્યાનમાં અડગ રહ્યા, ત્યારે દેવાએ વિચાર કર્યાં કે આમાં ડર્યાં નહિ તા હવે એનું હૃદય પીગળી જાય તેવું દૃશ્ય ખડુ કરીએ. જ્યાં મારાપણાની મમતા જાગે, મેહ જાગે, એવુ કરીએ એટલે આપોઆપ તેનુ મન ચલાયમાન ખની જશે.
૨૩
બના રૂપ કું તીમાતાકા, સન્મુખ ત્રાસ દિખાવે,
ખિચા લાય દ્રૌપદીકા ફિર, વિલખા રૂદન મચાયે હા-શ્રોતા.