________________
શારદા દર્શન એ કંઈ કહે છે કે મને દુઃખ છે? “ના. તે તું શા માટે આટલી હાય બરતળા કરે છે. એમને જીવનરથ સીધું ચાલે છે. એમાં તું કંઈ ફેરફાર કરવા જઈશ તે તારે પસ્તાવું પડશે. તું નથી જોતી કે ખોટી લાઈને ચઢેલા દીકરાના મા બાપના હૈયે કેવી હોળી સળગતી હોય છે! આ દીકરે તને કંઈ દુઃખ આપે છે? “ના.” તે નકામી ચિંતા ન કર. શેઠની વાત તો સાચી છે ને? પણ આ સંસારની વાડીને હરિયાળી બનાવવાની મમતામાં પડેલી શેઠાણીને પતિની વાત રચતી નથી. કંઈ ન ચાલ્યું ત્યારે કહે છે તમે બાપ દીકરો એક છો. હું જ જુદી છું એમ કહી રડવા લાગી. * હવે શેઠાણીના મનમાં એક જ લગની લાગી કે મારા દીકરાને સંસારનો રસ લેત કરી દઉં. એક વખત રસ ચાખશે પછી વાંધો નહિ આવે.એમ વિચારીને તેણે સાહસ કર્યું. પણ પાછળથી તેનું પરિણામ કેવું આવશે તેને વિચાર ન કર્યો. એણે આડોશી પાડોશીના વિલાસી રખડેલ છોકરાઓને ખાનગીમાં બોલાવીને કહ્યું કે મારા વીરેન્દ્રને જરા સંસાર વ્યવહારમાં સમજતો કરે. જરા બહાર હરવા ફરવા લઈ જાઓ. એનામાં સંસારને વા નથી. તમે એ માટે ખર્ચની ચિંતા ના કરશે. લે, સો રૂપિયા. એમ કહી રૂ. ૧૦૦ ની નોટ એ છોકરાઓના હાથમાં આપી. પેલા રખડેલ ચાર મિત્રોએ કહ્યું – બા ! તમે ચિંતા ના કરે. અમે એને બહાર હરવા ફરવા લઈ જઈશું સંગીતના સૂર સંભળાવીશું ને હોંશિયારીથી અમારા જેવા બનાવી દઈશું, પણ ખર્ચ સારો થશે. શેઠાણી કહે તમે તેની ફિકર ન કરો. એક દિવસ પેલા ચાર જણાં લાગ જોઈને વીરેન્દ્ર વાંચન કરતા હતા તે વખતે ત્યાં પહોંચી ગયા ને કહ્યું કેમ ભાઈ! મઝામાં છે ને? તું તો કઈ દિવસ બહાર દેખાતો નથી. એટલે અમે તારી પાસે એક વાતને ખુલાસો કરવા આવ્યા છીએ. વીરેન્દ્ર કહે શે ખુલાસે? તે કહે છે અમારે ચાર મિત્રોને વિવાદ પડે છે કે ભાગ્ય બળવાન કે પુરૂષાર્થ ? તેને ખુલાસો કરવા આવ્યા હી છે. આ સાંભળી વીરેન્દ્રને આનંદ થયે ને કહ્યું- તમે બધા આવી આધ્યાત્મિક ચર્ચામાં રસ લે છો જાણી મને ખૂબ આનંદ થયે. એને બિચારાને શું ખબર કે આમના પેટમાં શું દગે છે ? એણે સરળભાવે જવાબ આપતાં કહ્યું કે બાહ્ય સંપત્તિ વિપત્તિમાં ભાગ્ય બળવાન છે ને આત્મિક ઉન્નતિ ને ગુણની પ્રાપ્તિમાં પુરૂષાર્થ બળવાન છે. મિત્ર ! તેં અમારા પ્રશ્નનું સાચું સમાધાન કર્યું. તે સિવાય આત્મકલ્યાણ કેવી રીતે થાય તે વિષયમાં તે લે કે એ ચર્ચા કરવા માંડી. - વીરેન્ડે કહ્યું - ભાઈઓ ! સૌથી પહેલાં પાંચ ઇન્દ્રિઓ ને છઠ્ઠા મનનું દમન કરો. બહારના ભૌતિક રંગરાગ ઘટાડે. હોટલના ખાનાપીના બંધ કરે. બને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરે. મિત્રો કહે છે ભાઈ!, મન તો ઘણું થાય પણ અમારું મન કાબૂમાં નથી રહેતું. મનને જીતવું બહું કઠીન છે