________________
શારદા દર્શન
૧૦૧
તા વિદ્યા સિધ્ધ ના થાય અને જે અડગ રહે તે પામી જાય. એક વિચારવા જેવી વાત કહું.
મનુષ્યને આવી વિદ્યાએની સાધના કરવા માટે કેટલું. કષ્ટ સહન કરવું પડે છે! મરણને માથે લઈને વિદ્યા સિધ્ધ કરે છે. આટલુ દુઃખ વેઠીને વિદ્યા મેળવે ત્યારે સુખ કેટલું મળે ? બહુ તે શત્રુઓને પરાજય કરીને પાતે વિજય મેળવી શકે, રવા તેને તાબે થઈને તેનું ધાર્યુ કામ પાર પાડી આપે. એટલું જ ને ? એ વિદ્યા ક્રમ' શત્રુઓને હઠાવવામાં કામ લાગતી નથી. રાવણે કેટલી વિદ્યા સિધ્ધ કરી હતી. પણ જ્યારે તેના વિનાશ થવાના હતા ત્યારે વિદ્યા કામ લાગી ? · ના ', મારે કહેવાના આશય એ છે કે કમ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે તપ આદિ સાધનાએ કરતા જો તમને કાઈ કષ્ટ આવે તેા મક્કમ રહેજો. અર્જુનને વ્યંતર ધ્રુવા કેટલા ઉપસર્ગો કરે છે. છતાં કેટલા મક્કમ રહ્યા છે! આટલા કષ્ટ આપવા છતાં સ્હેજ પશુ ચલાયમાન ન થયા. હજી દેવા કેવા ભય′કર ઉપદ્રવ કરશે તેના ભાવ અવસરે.
મ વ્યાખ્યાન ન. ૨૩
શ્રાવણુ સુદ ૧૧ ને મગળવાર
તા. ૨૬-૭–૭૭
અનંત ઉપકારી સજ્ઞ ભગવંતા વિષયાનું વારણુ કરનારા ને મેહતું મરણ કરનારા છે. એવા ત્રિલોકીનાથની વાણી સસાર દાવાનળમાં અળતા ઝળતા જીવાને શીતળતા આપનારી છે. ભવમાં ભૂલા પડેલાને સાચા રાહ બતાવનારી છે. સમજો. કૂવામાં પડેલા માનવીને બહાર કાઢવા માટે કાઇ માણુસ દ્વારડુ' મૂકે તેા તે દોરડાના સહારે બહાર નીકળે છે. દારડુ તા જેમ છે તેમ રહે છે પણ દોરડાને પકડીને તેના દ્વારા ઉપર ચઢવાની મહેનત કૂવામાં પડેલા માનવીને જ કરવી પડે છે. છતાં તે માનવી શુ વિચાર કરે છે? કે મને કૂવામાં દોરડાની સહાય મળી તે હું બહાર નીકળી શકયેા. જો દાર ુ ન મળ્યુ. હાત તા હું કૂવામાં ભૂખ્યા ને તરસ્યા મરી જાત. દોરડાની અલિહારી છે. એના પ્રતાપે મને જીવન મળ્યુ છે. આકાશમાં ધ્રુવના તારો ઉગે છે. તે અંધારી રાત્રે દરિયામાં વહાણુ ચલાવનાર નાવિકને સહારારૂપ છે. કારણ કે ધ્રુવના તારાના આધારે નાવિક તેનુ વહાણુ સાચી દિશામા હંકારી શકે છે. જો ધ્રુવના તારો ન હોય તેા અંધારી રાત્રે વહાણુ કઇ દિશામાં જાય છે તે નાવિકને ખબર ન પડે અને ગમે તે ઉલ્ટી દિશામાં વહાણુ ચાલ્યા જાય. નેા તારો નાવિકને માટે કઈ કરે છે? એ તા એના સ્થાનમાં રહીને ચમકે છે. છતાં નાવિકને માટે ધ્રુવને તારો હિતકારી છે. તેમ ભગવંતની વાણી ભવ્યજીવાને ભવસાગર તરવા માટે સહાયક છે,