________________
૧૭૦
શારદા દર્શન તેડાવીશું. એમ કહીને સમજાવીને તેને પિયર પહોંચાડી દીધી અને બંને પર્વત ઉપર પહોંચી ગયા. એક શુભ દિવસે સ્નાન આદિ કરીને અર્જુને ગુરૂનું સમરણ કર્યું. ત્યારબાદ વિદ્યાની સાધના કરવા તૈયાર થયા.
એકાંત ગુફમેં પદમાસન કર, દૃષ્ટિ નાસાગ્ર ટિકાઈ, કરે વિદ્યા સિદધ અજુન , યેગી ધ્યાન લગાઈ હ-શૈતા.
એક ગુફામાં જઈ અને પદ્માસન લગાવ્યું. નાકની દાંડી ઉપર દષ્ટિને સ્થિર કરીને એક અવધૂત ચગીની માફક ધ્યાન લગાવીને બેસી ગયા. મણીચૂડ ઉત્તરસાધક બજે. પાંચ સાત દિવસ આ રીતે પસાર થયા. એટલે વ્યંતર દેવે તેની પાસે આવવા લાગ્યા. આવીને અર્જુનને ધ્યાનમાંથી ચલિત કરવા માટે અનેક પ્રકારના ઉપસર્ગો આપવા લાગ્યા. વિવિધ પ્રકારનાં રૂપ કરીને અજુન પાસે આવ્યા. એક માણસનું રૂપ બનાવી તલવારથી તેના કટકા કરવા લાગ્યા. એ માણસ ચીસ પાડીને બેલવા લાગ્યાં છે પાંડુપુત્ર અર્જુન ! તમે ખૂબ દયાળુ છે. આ દુષ્ટ મને મારી નાંખે છે. મને બચા ...બચાવે એમ કરવા લાગ્યા. આવું સાંભળીને દયાળુનું દિલ દ્રવી ઉછે. અર્જુન દયાળુ ને પરદુઃખભંજન જરૂર હતાં પણ અત્યારે તે ધ્યાનમાંથી ચલાયમાન કરવા માટેનું તેફાન છે એમ સમજતાં હતાં. એ માણસના કટકા કરીને માંસના લોચા અર્જુન ઉપર નાંખવા લાગ્યા. મનુષ્યને મારી તેમના માથાની માળા બનાવીને અર્જુનના ગળામાં પહેરાવી દીધી અને તેની સામે વિકરાળરૂપ બનાવીને નાચવા ને કૂદવા લાગ્યા. ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગ્યાં. કોઈ દેવે હાથીનું રૂપ લઈ મોટા મોટા દંતશૂળ બનાવીને અર્જુનને હલાવવા લાગ્યા પણ અજુનજી ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થતાં નથી.
અજગર બનકે વીટે કઈ સિંહ બની કરાવે,
વિષધર બની ફૂકાર કરે, વિચ્છ બન ડંખ લગાવે છે-શ્રોતાકઈ અજગરનું રૂપ લઈને અર્જુનના શરીરે વીંટાઈ ગયા. કેઈ ભયંકર જંગલી સિંહ બનીને ગર્જના કરતાં તેમની સામે આવીને બીવડાવવા લાગ્યા. કેઈ ભયંકર ક્રોધાયમાન નાગ બનીને ફૂંફાડા મારવા લાગ્યા. તે કઈ વીંછી બનીને ડંખ દેવા લાગ્યા. આ રીતે ભયંકર ઉપસર્ગો ને ત્રાસ આપવા લાગ્યા.
બંધુઓ ! મનુષ્ય કોઈ પણ સાધના સાધે છે ત્યારે તેની કટી અવશ્ય થાય છે. અહીં દે વિદ્યા સાધનારને આટલું બધું કષ્ટ શા માટે આપે છે? મનુષ્ય વિઘા સિધ્ધ કરે એટલે તે વિદ્યાઓના અધિષ્ઠાયક દેવેને તેને આધીન બનવું પડે છે. જેને આધીન થાય છે તેને મનુષ્ય જે કામ બતાવે તે કરવું પડે છે. એટલે દેવે તેને ચલાયમાન કરવા માટે થાય તેટલા પ્રયત્ન કરે છે. જે ડરીને ચલાયમાન થાય