________________
શારદા દર્શન
૧૭૬ પથરાઈ જાય છે એટલે આનંદ થાય છે તેમ હે પ્રભુ! તમારું મુખડું જોઈને મને એ આનંદ થાય છે. તમારા મુખ ઉપર તપ, ત્યાગ અને બ્રહ્મચર્યનાં તેજ ઝળહળે છે. તમારી આગળ દેવનાં રૂપ પણ ઝાંખા પડે છે. હે પ્રભુ! તમે પુદ્ગલના સુખનો ત્યાગ કર્યો છે. તમે જેનો ત્યાગ કર્યો છે તેનાં અમે રાગી બન્યાં છીએ. અમારા જીવનમાં વિષય વિકારનાં ઝેરી સર્પો ફૂંફાડા મારે છે. જ્યારે તમે એ સને જીવનમાંથી દૂર કર્યા છે. હે પ્રભુ! આવા પવિત્ર તમે જ્યાં ને હું પાપી ક્યાં!
હું સુખને રાગી છું, તું સુખને ત્યાગી છે, તું વીતરાગી છે તું કયાં હું કયાં! હું અજ્ઞાની છું, તું કેવળજ્ઞાની છે,
અંતર્યામી છે તું ક્યાં? હું કયાં? (૨) ખુદ તીર્થંકર પ્રભુને જોઈને જેટલું આનંદ થાય એટલે આનંદ આ સંતેને જઈને દેવકીજીને થયો. એટલે પિતાના હદયના ભાવ વ્યક્ત કરી રહી છે અને અકથનીય, અવર્ણનીય આનંદ અનુભવી રહી છે. આટલે આનંદ ને ઉ૯લાસ એને સંસારના કાર્યમાં નથી આવતું. તમને આનંદ શેમાં આવે છે? યાદ રાખે. સંસારના કાર્યમાં આવો આનંદ ને ઉલાસ આવે તે કર્મના બંધન થાય અને ધર્મના કાર્યમાં આ ઉલાસ આવે તે કર્મની ભેખડ તૂટી જાય. અલૌકિક હર્ષ અને આનંદ અનુભવતી દેવકી રાણી પિતાને આસનેથી ઉભા થયા ને મહેલમાંથી નીચે ઉતર્યા. aggવા ગgછ, agrfછા તઘુત્તો ગયfજ વાહિof ' અને સાત આઠ પગલાં સંતની સામે ગયા. જઈને બંને અણગારેને ભક્તિભાવપૂર્વક તિકખુત્તોનો પાઠ ભણીને વંદણ કરી. અચાનક તેના પધારવાથી અત્યંત હર્ષિત બનીને મનમાં બોલી ઉઠી કે આજે મારે ઘેર સંત પધાર્યા એટલે હું આજે ધન્ય બની ગઈ
બંધુઓ! સંતને પધારવાની કોઈ તિથિ નક્કી નથી હોતી. એટલે સંતે અતિથિ કહેવાય છે અને એ વાત પણ નક્કી છે કે તમારે ઘેર અચાનક સંત પધારશે ને તમને જેટલો આનંદ આવશે તેટલે પરાણે લઈ જશે તેમાં નહિ આવે. ઘણી વાર એવું બને છે કે અમારી બહેનો ખૂબ આગ્રહ કરીને કહે છે આજે અમારે ઘેર પધારજો. આ રીતે આગ્રહ કે આમંત્રણને સ્વીકારીને સંતે જાય નહિ. સમજી લેજો કે તમારે ઘેર અચાનક કલ્પનામાં પણ ન હોય ને સંત પધારે ત્યારે તમને અને આનંદ આવશે. એ આનંદમાં તમે ઉત્કૃષ્ટ ભાવે વહેરાવશો તે તમને મહાન લાભ મળશે. દેવકીરાણીને દાન દેવાનો અલૌકિક આનંદ છે.
આ આનંદ દેવાનંદાને ભગવાન મહાવીરસ્વામીનાં દર્શન કરતા થયો હતે. દેવાનંદ બ્રાહ્મણી ભગવાનના દર્શન કરવા ગઈ તીર્થંકર પ્રભુની અમીરસવાણી વરસે