________________
૧૬૮
શારદા દર્શન હેય ત્યારે કે માણસ તેને ગેટે લઈ જઈને પોલીસને સોંપે છે. પિોલીસ બાળકને બરફી, પેંડા, ગાંઠીયા લાવીને આપે છે છતાં બાળક બરફી પેંડા ખાતે નથી પણ એની માતાને શોધે છે. દૂરથી એની માતાને આવતી જોઈને હરખાઈ જાય છે અને ઉછળીને માતાની કોટે વળગી પડે છે. માતા બરફી પૅડા કઈ લાવી નથી છતાં કેટલે પ્રેમ છે ! તેમ આ સંતેને જોતાં દેવકી માતાના આનંદનો પાર ન રહ્યો. હજુ સંત પધારી રહ્યાં છે પણ આ સંતેને જોઈને દેવકી માતાને ખૂબ હર્ષ થશે. ભાવનાનો વેગ ઉછાળા મારવા લાગે. એમની ભાવનાને વેગ એ છે કે તેમાં અનંત કર્મની નિર્જરા થઈ જાય છે. સારી ભાવના હોય તે સારું ફળ મળે છે ને હલકી ભાવના હોય તે તેવું ફળ મળે છે. કહે છે ને કે જેવી દાનત તેવી બરકત દરેક કાર્ય કરતાં ભાવના શુધ્ધ રાખો ને આ માનવ જન્મ મહાન પુણ્યથી મળે છે તેને સફળ બનાવે.
એક બાલિકા ખૂબ સૌંદર્યવાન હતી. તેના માતાપિતા તેને નાની મૂકીને મૃત્યુ પામ્યા. એની બાજુમાં રહેતાં પડોશીને સંતાન ન હતું એટલે આ છે કરીને તેમણે દત્તક લીધી. એને ભણાવી ગણાવીને મોટી કરી. છોકરીના પાલક માતાપિતા ખૂબ શ્રીમંત હતા, તેમની પડોશમાં તેમની જ્ઞાતિનું એક ખાનદાન કુટુંબ વસતું હતું. તેના છોકરો ખૂબ હોંશિયાર હતું ને એંજીનીયર પાસ થયેલો હતો. આ છોકરી પોશીના ઘેર અવારનવાર જતી આવતી હતી. જતાં આવતાં એને આ યુવાન એંજીનીયરને પરિચય થયે અને ધીમે ધીમે પરિચયમાંથી પ્રેમ થયે, છેકરી પણ યુવાન થઈ હતી એટલે તેના પાલક માતાપિતા તેના માટે મુરલીયે શેધવા લાગ્યા. ત્યારે છોકરીએ કહ્યું મારા માટે તમે મુરતી શેધતા નહિ. જે મને પરણવવા ઈચ્છતા હે તે આ બાજુમાં વસતા એંજીનીયર સાથે પરણ. માતા પિતાએ જાણ્યું કે છોકરીને એની સાથે પ્રેમ છે. છેક હોંશિયાર છે, જ્ઞાતિ એક છે, ને ખાનદાન કુટુંબ છે એટલે પરણાવવામાં વાંધો નથી. બંને કુટુંબની સંમતિથી લગ્ન નક્કી થયા. પણ છે કરીના બાપે જમાઈને લાવીને એક શરત કરી કે તમે મેટા એંજીનીયર છે તે મને એક સરસ બંગલે બાંધી આપે. પછી હું મારી દીકરી તમારી સાથે પરણાવું. સસરાની વાત સાંભળીને જમાઈના મનમાં થયું કે મારા સસરા શ્રીમંત છે, પણ
ભીયા લાગે છે. એ દીકરી આપતાં પહેલાં મારી પાસેથી કામ કઢાવવા માગે છે. આ કયાં વેઠ આની? પણ હવે તે ના પડાય નહિ એટલે બંગલે બાંધી આપવાનું નકકી કર્યું. હલકું લાકડું, હલકી સીમેન્ટ વિગેરે હલકે માલસામાન લાવીને બંગલે બાંધીને તૈયાર કર્યો. રેતી વધારે ને સીમેન્ટ ઓછી વાપરી. લેખંડના સામાન પણ હલકે વાપર્યો ને મકાન તૈયાર કર્યું. જમાઈરાજે સસરાને બંગલે સોંપી દીધે.