________________
શારદા દર્શન
હે નાથ! આ જગતમાં સેંકડે સ્ત્રીઓ અને પુત્રોને જન્મ આપે છે પણ આપની માતા જેવી પવિત્ર માતાએ નથી કે જે આપ જેવા પુત્રને જન્મ આપે. ખરેખર જેવી રીતે બીજી દિશા નક્ષત્રો અને તારાઓને ધારણ કરે છે. માત્ર પૂર્વ દિશા જ એવી છે કે જે પ્રકાશમાન કિરણના સમુહથી યુક્ત એવા સૂર્યને જન્મ આપે છે. એટલે કહેવાનો આશય એ છે કે બધી દિશાઓમાં એક પૂર્વદિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે, તેવી રીતે હે પ્રભુ! બધી માતાઓમાં આપની માતા શ્રેષ્ઠ છે. ધન્ય છે તે માતાને કે સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી એવા આપને જન્મ આપે છે.
અહીં દેવકી માતા પણ પવિત્ર છે. કૃષ્ણ વાસુદેવ જેવા પવિત્ર અને ધર્મપરાયણ પુત્રને એમણે જન્મ આપે છે. કૃષ્ણજી પોતે દીક્ષા લઈ શક્યા નથી પણ જ્યારે જ્યારે તે નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે જતાં ત્યારે ભગવાનને અને તેમનાં ૧૮૦૦૦ તેને જોઈને આંખમાં આંસુ આવી જતાં. અહો પ્રભુ! આપને ધન્ય છે, આપે સંયમ લઈને આત્મકલ્યાણ કર્યું. આપ ત્રણ લોકના નાથ બની ગયા અને તિ-નાણું તારયાણું બની ભવ્ય જીને તારે છે. આટલા સંતેને આપે તાર્યાને હું સંસારના ખાડામાં ખેંચી ગયો. મારો ઉદ્ધાર ક્યારે થશે ? તમને નાના સંત સતીજીએને જોઈને આવા ભાવ આવે છે? હું કયારે દીક્ષા લઈશ એવા વિચારથી કદી આંખમાં આંસુ આવે છે? કૃષ્ણ વાસુદેવ આવા પવિત્ર હતાં, તેમની માતા દેવકી રાણી પણ પવિત્ર હતાં. આ પવિત્ર માતાના મહાન પુણ્યદય જાગ્યાં કે આવા પવિત્ર સંતે તેમના આંગણે પધાર્યા. વસુદેવ રાજા અને દેવકી રાણી પવિત્ર છે ને તેમના આંગણે પધારનાર સંતે પણ મહાન પવિત્ર છે. જેમનામાં પવિત્રતા હોય છે તે માણસો મુખ ઉપરથી પરખાઈ જાય છે. જેમ ઘડાની પારખ એના પગની ચાલથી થાય છે, ગાયની પારખ એના રૂપરંગ પરથી થાય છે, તેમ મનુષ્યની પારખ એના નેણ અને વેણુ ઉપરથી થાય છે. ઘણી વખત માણસની આંખ અને તેનું બેસવું, ચાલવું જોઈને આપણે તેને પારખી શકીએ છીએ.
આ સંતે પણ એમના નેણ, વેણ અને ચાલ ઉપરથી પરખાઈ આવતાં હતાં. જેનારને એમ લાગતું હતું કે આ સંતોની આંખમાંથી અમી ઝરે છે, ને બેલે છે તે જાણે ફૂલ ઝરે છે. આવા પવિત્ર અણગારેને પિતાના મહેલે આવતાં દેવકી માતાએ જયાં, સંતોને જોઈને તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. જેમ બાળકથી વિખૂટી પડેલી માતાને બાળક મળતાં એટલે આનંદ થાય અને માતાથી વિખૂટા પડેલાં બાળકને જેમ માતાને જોઈને જેટલું આનંદ થાય તેનાથી અધિક આનંદ સંતને જોતાં દેવકી માતાને થયા. માતાથી બાળક વિખૂટું પડયું હોય, માતા વિના મૂરતું