________________
શારદા દર્શન
૧૬૫
સાધુને ભ્રમર સાથે સરખાવ્યા છે પણ જમર કરતાં સાધુની વિશેષતા છે. કારણ કે જમર ફૂલ ઉપર રસ ચૂસવા બેસે છે ત્યારે ફૂલની આજ્ઞા લેતું નથી. આજ્ઞા વિના ફૂલ ઉપર બેસી જાય છે. ત્યારે ભગવાનના સંતે ગૃહસ્થની આજ્ઞા વિના એક દાંત ખેતરવાની સળી પણ લેતા નથી. તમારે ઘેર રસોઈના તપેલા ભરેલા તૈયાર હોય પણ ગૃહસ્થ એના ભાવથી આપે તે જ લે છે. કેઈ ન વહેરાવે તે તેને એમ નથી કહેતાં કે મને વહેરા. છ અણગારે વિધિપૂર્વક ગૌચરી કરે છે. ઉંચ નીચ અને મધ્યમ કુળમાંથી થોડે થોડે આહાર લે છે. સાધુએ ગૌચરી કેવી કરવી તેનું વિવેચન કરતાં આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે,
___"लध्धे आहारे अणगारो मायं जाणिज्जा, से जहयं भगवया पवेश्य, लाभुत्ति = મદિર, અઢામત્તિ ન કઝા, વ૬ િધું જ નિદે, પરિવારો મgr અઘરના ” આહારની પ્રાપ્તિ થયા પછી સાધુ તેના માપને જાણે, અને ભગવાન જે રીતે પ્રતિપ્રાદન કર્યું છે તે રીતે આચરણ કરે. આહારની પ્રાપ્તિ થાય તો અભિમાન ન કરે ને ન મળે તે ખેદ કે શોક ન કરે. કદાચ આહાર વધુ આવી જાય તે મર્યાદાથી અધિક સમય રાખે નહિ. કારણ કે સાધુ દિવસના પહેલા પ્રહરે લાલે આહાર ચોથા પ્રહર સુધી ન રાખે અને દિવસે લાવેલ આહાર રાત્રે સંગ્રહ કરીને ન રાખે. આ રીતે પિતાના આત્માને પરિગ્રહથી દૂર રાખે.
બંધુઓ ! આપણુ ભગવાનના કાયદા કેટલા સુંદર છે ! ગૌચરી જનાર સાધુ પ્રજ્ઞાવંત હોવા જોઈએ. શ્રાવકના ઘરમાંથી આહાર તે મળી જાય પણ તે આહાર નિર્દોષ છે કે સદેષ છે તેની પણ ખબર પડે. સાથે મારે આટલા સંતની ગીચરી લાવવાની છે તે કેટલી જોઈશે ? સાધુપણું અંગીકાર કરવું તે સામાન્ય વાત નથી. પંચ મહાવ્રતને માલ માથા સાટે લીધે છે. એમાં સાધક ભગવાનની આજ્ઞામાં વફાદાર રહે તે ન્યાલ થઈ જાય, મોટા ચકવતિને, વાસુદેવને કે મોટા મહારાજાને જે નથી મળ્યું તેવું ઉત્તમ ચારિત્ર રન અમને ગુરૂએ આપ્યું છે. આગળનાં આત્માઓને એક વખત ભગવાનની કે ગુરૂની વાણી સાંભળીને વૈરાગ્ય આવતે અને તેઓ કહેતા પ્રભુ! મને આપની વાણી રૂચી છે. તેના ઉપર શ્રધા થઈ છે ને હવે હું આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા રાખું છું. ત્યારે ભગવંત કહેતા “અહા સુયં દેવાણુપિયા, મા પડિબંધ કરે.” હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરો. આમ જ્યાં કહેતા ત્યાં વૈરાગીનાં હૈયાં હર્ષથી નાચી ઉઠતા. અહો ! હું કે ભાગ્યશાળી છું કે ભગવાને મારી વિનંતીને સ્વીકાર કર્યો. મને અપનાવ્યો અને દીક્ષા લઈને એ ઉપકાર માને કે અહો ભગવંત! શું તમારી કૃપા છે ! જે તમે અમને મળ્યા ન હોત તે અમારું શું થાત? ભગવંત! ગુરૂદેવ ! આપને ઉપકાર