________________
૧૬૪
શારદા દર્શન પામી જાય છે! આપ આ દષ્ટાંતથી સમજી ગયા ને કે સંસાર કે છે? જેમાં સાર નથી પણ માત્ર સ્વાર્થ ભર્યો છે.
આપણે વાત ચાલતી હતી કે મહાનપુરૂષ જીવન અને મરણમાં સમભાવ રાખે છે. તેમને મારનાર પ્રત્યે દ્વેષ નથી ને જીવાડનાર પ્રત્યે રાગ નથી.
સમાનતાણુ ત માણવાનો » ભગવાનના સંતની કઈ સ્તુતિ–પ્રશંસા કરે કે મહારાજ ! ધન્ય છે તમને ! શું તમારે ત્યાગ ! શું તમારો તપ ! શું તમારું જ્ઞાન ! અને શું તમારું વ્યાખ્યાન છે? આમ ગમે તેટલી પ્રશંસા કરે તે પણ સાધુ હરખાય નહિ. એ સમયે એ વિચાર કરે કે આ પ્રશંસા મારી નથી પણ તીર્થકંર ભગવંતે બતાવેલા ચારિત્ર માર્ગની છે.
છ અણગારે લાભ અલાભ, સુખ-દુખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા અને માન-અપમાનમાં સમભાવ રાખનારા છે. તેઓ ગૌચરી માટે નીકળ્યા છે. લાભ અને અલાભમાં સંતોષ માને છે. તેઓ ગૌચરી કરતાં કરતાં ક્યાં પધારશે તે વાત અવસરે. સમય ઘણે થઈ ગયો છે. આજે અંધેરીને સંઘ ચાતુર્માસ માટે વિનંતી કરવા આવેલ છે. તેઓ બે અક્ષર બેલવા માગે છે. માટે વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૨૨ શ્રાવણ સુદ ૧૦ ને સોમવાર
તા. ૨૫-૭-૭૭ અનંત ઉપકારી, ચરમ તીર્થંકર, ભગવાન મહાવીર સ્વામીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપી ત્રિતાપના ભઠ્ઠામાં જલતા જીવને શાંતિ પમાડવા માટે દ્વાદશાંગી રૂપ દેશનાને અમોઘ પ્રવાહ વહાવે. દ્વાદશાંગી સૂત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળનાર દિવ્ય દિપક છે. તેમાં આઠમું અંગ અંતગડ સૂત્ર જેમાં છ અણગારે ગૌચરી ગયાં છે તે વાત ચાલે છે. જિનેશ્વર ભગવંતની આજ્ઞામાં વિચરતા સંતે ગૌચરી કેવી રીતે લે ?
जहा दुम्मस्स फुप्फेसु, भमरो आवियइ रसं । ન ચ પુi fટામે, પદ મg | દશ અ, ૧ ગાથા ૨
જેમ ભ્રમરે એક કમળ ઉપરથી બીજા કમળ ઉપર બેસે છે ને થોડો થોડો રસ ચૂસે છે પણ કમળને કિલામના ઉપજાવતા નથી, તેમ ભગવાન કહે છે હે મારા સાધકે! તમે પણ આહાર પાણી લેવા ગૃહસ્થને ઘેર જાઓ ત્યારે ગૃહસ્થ પિતાને માટે બનાવેલા આહાર પાણીમાંથી થોડું થોડું લેજે જેથી ગૃહસ્થને સંકેચ ન પડે ને તમારી ગૌચરી થાય. બંને પરસપર લાભના ભાગીદાર બને. અહી ભગવંતે