________________
૧૬૨
શારદા દર્શન ગરીબની ખબર લીધી નથી. પરોપકારમાં પાઈ વાપરી નથી. એટલે એની દયા
સમય અને સાચા રત્નની ઓળખાણ બંધુઓ ! દુનિયામાં દરેક માનવી સરખા હોતા નથી, “બહુરત્ના વસુંધરા” એ ન્યાયે એ ગામમાં એક ગરીબ જૈન શ્રાવક હતે. તે કર્મોદયથી ખૂબ ગરીબ હતે પણ ધર્મશ્રદ્ધા અડગ હતી. સાથે દિલમાં કરૂણ હતી. એટલે એને થયું કે હું શેઠની પાસે જાઉં ને એમને દુઃખમાં દિલાસો આપું. એની પત્નીને કહે છે હું શેઠ પાસે જાઉં છું. ત્યારે એની પત્ની કહે છે એ શેઠના શેઠાણું ખુદ મરણના ડરથી ઘર છેડીને મેસળ ગયા છે તે તમારે જવાની શી જરૂર છે? આ શેઠે કદી તમને રાતી પાઈ આપી છે? આપણે આટલાં દુખી છીએ પણ કદી ભૂખ્યા-તરસ્યાની ખબર લીધી છે? એની પત્ની જીવતી રહે ને મને રંડાપ અપાવવા તમે ક્યાં ચાલ્યા ? ત્યારે શ્રાવક કહે છે તે સ્ત્રી! તું જરા વિચાર તે કર. એ થાય તેવા આપણે થવું? આપણે કેઈનાં દોષ નથી લેવાં. એક માનવ દુઃખથી પીડાઈ રહ્યો હોય ત્યારે આપણે તેના પ્રત્યે દયા કરવી તે શું માનવની ફરજ નથી? હું જાઉં છું. એમ કહીને શ્રાવક શેઠને ઘેર ગયે. શેઠ તે ભીંત સાથે માથા પટકાવતાં હતાં.
શ્રાવકે જઈને કહ્યું, શેઠ! આ શું કરે છે? જરા સ્વસ્થ બને. આ શબ્દ શેઠે સાંભળ્યા. શેઠની પાસે કરેડની સંપત્તિ હતી પણ આજે તેને કઈ હિંમત આપનાર ન હતું. આ ગરીબ શ્રાવકને જોઈને શેઠ ગળે વળગી પડયા. ભાઈ! તું આ ? આવા દુઃખમાં કેઈ આવે છે કે વહાલો લાગે? આઠ દિવસ પહેલાં શેઠ આ શ્રાવકને ભાવ પૂછતાં ન હતાં પણ આજે તે તેને ભગવાન તુલ્ય માનવા લાગ્યા. શ્રાવક કહે છે શેઠ! તમારા પાપકર્મને ઉદય થયો છે અને કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકે નથી. છતાં જે ધર્મમાં મન જોડી દેશે તે મહાન લાભ થશે. એમ કરે. આપણે બંને જણ પદ્માસન લગાવી નવકારમંત્રનો એક ચિત્ત જાપ કરીએ. નવકારમંત્રમાં મહાન શક્તિ છે. તેના જે બીજે કઈ મંત્ર આ દુનિયામાં નથી.
એક જ ચિત્તથી નવકારમંત્રને, અખૂટ શ્રદ્ધાથી જાપ જપી લે. હે... જાયે શોક સંતાપ મનને સહારા રે નવકારમંત્રને.
હે મિત્ર! શ્રદ્ધાપૂર્વક એક ચિત્તથી નવકારમંત્રનો જાપ કર. જેથી તારા વિના દુર થશે. નવકારમંત્રના પ્રભાવથી મેટા વિને પણ ચાલ્યા જાય છે. આ શેઠ દેખના માર્યા નવકારમંત્ર ગણવાં તૈયાર થયા. પદ્માસન લગાવ્યું. એક ચિત્તે નવકારમંત્રનો જાપ શરૂ કર્યો. ગામના લોકોને ખબર પડી કે પેલે ગરીબ શ્રાવક પણ ગયા છે. સી બોલવા લાગ્યાં કે શેઠના બદલે એને સર્પ ન કરડે તે સારું.