________________
૧૬૧
શારદા દર્શન ને તમારા બદલે અમને કરડે તે અમારા બૈરા છોકરાનું શું ? (હસાહસ) શેઠે કહ્યું જે અત્યારે તમે નહિ રહે તે કાયમ માટે નોકરીમાંથી છૂટા કરી દઈશ ને અત્યારે અહીં રહેશે તે ઈનામ આપીશ. મુનિ કહે છે શેઠ! પૈસો તે દરેકને વહાલે છે પણ પિતાનો જીવ સાચવીને વહાલે છે. એટલે રવિવાર પછી તમે જેમ કહેશે તેમ કરીશું. એમ કહીને બધા ચાલ્યા ગયા. એટલે શેઠ એકલા બેસીને શું કરે? એ પણ પેઢી બંધ કરીને ઘેર આવ્યા ત્યારે શેઠાણી કહે છે કેમ પાછા આવ્યા ? શેઠે બધી વાત કરી. શેઠને ઝૂરાપાને પાર નથી.
સ્વાથી સંસારની પિછાણ”: આ તરફ છઠ્ઠો દિવસ આવે એટલે શેઠાણી કહે છે નાથ ! એક વાત કહું? શેઠ કહે છે શું છે ? તે કહે છે જુએ, આપ મને પ્રાણ કરતાં અધિક વહાલા છો. આપને કંઈ થવાનું નથી પણ કદાચ જોષીની વાત સાચી પડે ને આપને સર્પદંશ થાય, હવે સર્પ કયાંથી આવશે તે ખબર નથી. પણ આપણે બધા ઉંઘતા હોઈએ ને તમારા બદલે કદાચ મને કે આ બે છોકરાઓને કરડી જાય તે શું કરવાનું? આ બધી મિક્ત કેણ ભગવશે? તે મને એ વિચાર થાય છે. હું આ બે બાબાને લઈને બે દિવસ માટે મારા મામાને ઘેર જાઉ. રવિવાર પછી આવી જઈશ. શેઠ કહે છે હું! શું તું મને મૂકીને જવાની વાત કરે છે? દુઃખ વખતે તે તારે મને સાથ આપ જોઈએ. શેઠાણું કહે બધી વાત સાચી છે પણ મારે ગયા વિના ચાલે તેમ નથી. શેઠ કહે બે દિવસ પછી ખુશીથી જજે. પણ શેઠાણું તે બે બાબા અને ત્રીજે ઘરેણાંને ડમ્બે લઈને શેઠને એકલા રડતા ઝૂરતો મૂકીને ગામમાં મોસાળ હતું ત્યાં ગયા. (હસાહસ)
શેઠ બેભાન થઈને પડી ગયા. પણ શેઠાણ જેવા ન રહી. થોડીવારે શેઠ ભાનમાં આવ્યા. ખૂબ આઘાત લાગ્યો. એક મરવાને આઘાત છે અને શેઠાણી આમ તરછોડીને ચાલ્યા ગયા. એટલે આઘાતને પાર ન રહ્યો. બંધુઓ ! આ સંસારમાં કે વાર્થ ભરેલે છે! તમે મારું મારું કરીને મરી રહ્યાં છે પણ સમય આવે ખબર પડે કે કે કેવું છે? આ સંસારને મેહ છોડવા જેવું છે. જ્ઞાની પુરૂષ કહે છે કે માલ ખાવા સૌ આવશે પણ માર ખાવા કેઈ નહિ આવે. માલ ખાનારા ખાશે ને માર તમારે ખાવો પડશે. તેના કરતાં જે મળ્યું છે તેમાંથી ધનનો સદુપયોગ કરો. હાથે તે સાથે. બાકી બધું અહીં રહી જશે. આ શેઠ ઘણું ધન કમાયા હતા પણ કઈ દિવસ દાન પુણ્યમાં રાતી પાઈ વાપરી નથી. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે શેઠને સર્પદંશ થવાનો છે અને શેઠાણી શેઠને એકલા મૂકીને ચાલ્યા ગયાં છે. શેઠ એકલા કાળા પાણીએ રડે છે પણ કઈ શેઠને આશ્વાસન દેવા જતું નથી. તેનું કારણ એક જ છે કે શેઠ એટલા બધા કંજુસીયા હતા કે કોઈ દિવસ સગાવહાલા કે ૨૧