________________
૧૬૦
શારદા દર્શન જોષી કહે છે ક્યાં થશે તે કહી શકતે નથી પણ આજથી સાતમે દિવસે તમે જ્યાં હશે ત્યાં સર્પદંશ થશે. પછી તમે દુકાનમાં, પેઢીમાં કે ઘરમાં ગમે ત્યાં રહે પણ એ સર્ષ અદશ્યપણે ગમે ત્યાંથી આવશે. ઉપરથી આવે, બહારથી આવે કે ગમે ત્યાંથી આવે. બીજા કેઈને નહિ દેખાય માત્ર તમને જ દેખાશે.
શેઠના હૃદયને લાગેલો કારમે આઘાત” : આ સાંભળીને શેઠને મતીયા વળી ગયા. ખૂબ આઘાત લાગ્યો ને મોટું વિલખું પડી ગયું. આ બધી વાત પેઢીમાં મુનિ અને નેકરોએ સાંભળી. હવે શેઠ પેઢીએથી ઘેર આવ્યા. મોટું એકદમ પડી ગયું છે ને ચક્કર આવે છે. ઘેર જઈને શેઠ એકદમ ઢગલે થઈને પડી ગયા. આ જોઈને શેઠાણ પૂછે છે સ્વામીનાથ! આજે આપને શું થઈ ગયું? મને પરણીને આવ્યાં આટલા વર્ષો થયા પણ મેં કઈ દિવસ તમારા મુખ ઉપર આટલી ઉદાસીનતા જોઈ નથી. શું કેઈએ આપનું અપમાન કર્યું છે? શું કેઈએ. આપને આંગળી ચીધી છે? કે કટુ શબ્દ કહ્યો છે કે ધંધામાં નુકશાન થયું છે? જો કેઈએ આપને કટુ શબ્દ કહ્યા હોય તે હું તેની જીભ કપાવી નાખુ. આ બધું પૈસાનું જોર બોલાવે છે. ભેંસ ખીલાના આધારે કૂદે ને ? તેમ આ શેઠાણી પણ પૈસાની ગરમીથી આવા શબ્દો બોલવા લાગી. છેવટે ગળગળી થઈને પૂછે છે નાથ ! આપને શું થયું છે? જે હોય તે કહે. ત્યારે શેઠ ધ્રુસકા ભરતાં ભરતાં કહે છે મારું કેઈએ અપમાન નથી કર્યું કે કટુ શબ્દ નથી કહો, ધંધામાં ખોટ કે નુકશાન નથી થયું પણ આજથી સાતમે દિવસે સર્પદંશથી મારું મોત થવાનું છે. આ તમારે સૌભાગ્ય ચાંદલે ભૂંસાઈ જશે. શેઠાણી કહે નાથ ! આ શું બેલે છે? આવું કેણે કહ્યું? એટલે જોષીએ કહેલી વાત કરી. શેઠાણી પણ ઢગલે થઈ ગયા.
છે કાને શેઠના પગલાં થતાં બધાની વિદાય": આ શેઠ તે ખાતા પિતા નથી. પેઢી ઉપર જતાં નથી. રડયા કરે છે. ત્રણ દિવસમાં તે શેઠ એવા શેષાઈ ગયા કે ન પૂછો વાત, ત્યારે શેઠાણી હિંમત કરીને કહે છે જેવીની બધી વાતે કંઈ સાચી હોતી નથી. તમે પેઢી પર જાઓ. ધંધામાં ચિત્ત પરિવાશે તે તમને શાંતિ વળશે. એમ કહીને પરાણે શેઠને પેઢી ઉપર મોકલ્યા. શેઠ બિચારા પ્રજતાં પ્રજતાં પેઢી પર ગયા. પણ જેવા શેઠ ગયા તેવા મુનિ અને નોકરે બધા પેઢી ઉપરથી ઉતરી ગયા, શેઠ પૂછે છે તમે બધા કેમ બહાર નીકળી ગયા ? ત્યારે પેઢીના માણસે કહે છે શેઠ! તમે ત્યાં અમે નહિ ને અમે ત્યાં તમે નહિ. શેઠે પૂછયું એમ શા માટે? તે કહે છે ત્રણ દિવસ પહેલાં જેવીએ તેમને કહ્યું છે કે સાતમે દિવસે સર્પદંશ થશે. તે હવે ત્રણ દિવસ બાકી છે. કદાચ સર્પ વહેલો આવી જાય