________________
૧૫૮
શારદા દર્શન તે પ્રસનતા નથી થતી અને લખો સૂકે નિરસ આહાર મળે તે હેષ થતો નથી. બંને પ્રત્યે સમાન ભાવ રાખે છે.
અત્યાર સુધી લાભ-અલભની વાત કરી. હવે આત્માથી સંત “દે સુખ અને દુઃખમાં પણ સમભાવ રાખે છે. જ્ઞાની પુરૂષોની દષ્ટિ એટલી બધી અંતર્મુખ બની ગઈ હોય છે કે તેઓ દેહમાં હોવા છતાં દેહાતીત દશા અનુભવે છે. તેઓ શરીરના દુઃખને આત્માનું દુઃખ માનતા નથી. તેઓ સદા આત્મસ્વરૂપમાં રમણતા કરે છે. તેઓ પ્રભુને એવી પ્રાર્થના કરે છે કે
दुःखे सुखे वैरिणी बन्धुवगे, योगे वियोगे भवने वने वा। निराकृता शेष ममत्व बुध्धेः समं मनामऽस्तु सदाऽपि नाथ ||
હે પ્રભુ સુખમાં ને દુઃખમાં શત્રુ અને મિત્રમાં, સંચાગ અને વિવેગમાં, ભવનમાં અને વનમાં બધામાં મમત્વબુદ્ધિને ત્યાગ કરીને મારું મન હંમેશા સમાન ભાવથી રહે.
બંધુઓ ! આવી જેની ભાવના જાગૃત હોય છે તેને સુખમાં હર્ષ થતું નથી ને દુઃખમાં શેક થતું નથી. જ્ઞાની પુરૂષો તે સદા એક જ વિચાર કરે કે મારે આત્મા અનંત સુખને સ્વામી છે. સુખ એ આત્માને સ્વાભાવિક ગુણ છે એમાં દુઃખ કેવી રીતે પ્રવેશી શકે? અગર કંઈ અજ્ઞાની માણસ મને શરમથી માર મારે કે બંધનથી બાંધે ને દુઃખ ઉપજાવે તે તેમાં મારું કંઇ અહિત થતું નથી. એ એનું અહિત કરે છે. એ તે મારા શરીરને માર મારે છે ને બંધનથી બાંધે છે. હું શરીર નથી પણ શરીરથી ભિન્ન આત્મા છું. કદાચ કે દુઃખ આપે તે એમ જ વિચાર કરે કે આ મનુષ્ય મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. કર્મો તે મેં બાંધ્યા છે પણ એ મને કર્મ ભોગવવામાં નિમિત્ત રૂપ બને છે તે હું જહદી કર્મોના દેણામાંથી મુક્ત બની શકીશ. આ પુરૂષના નિમિત્તે મારા માથેથી કર્મનો ભાર હળવે બને. આ રીતે મહાનપુરૂષ દુઃખમાં સહેજ પણ આકુળ વ્યાકુળ થતાં નથી. ગજસુકુમાર મુનિના માથે સેમલે ધગધગતા અંગારા મૂક્યા તે પણ કે સમભાવ રાખે. અનાથી મુનિ, નમિરાજર્ષિના શરીરમાં રોગ ઉત્પન્ન થયા ત્યારે કેવી ભવ્ય વિચારણા કરી! દેહને રોગ થતાં વૈરાગ્ય પામીને આત્મિક રોગ અને દૈહિક રેગ બંનેને મૂળમાંથી નાશ કરવા માટે વહેલી તકે દીક્ષા લીધી. તમે શું કરે? દીક્ષા લેશે કે દવા કરાવશે? (શ્રોતાઓમાંથી અવાજ –દવા કરાવીશું) મહાન પુરૂષો સુખ-દુઃખ બનેમાં સમાન ભાવથી રહે છે હવે “કવિ મro તદા જીવન મરણમાં સમ્યગ્રાની આત્મા સમભાવ રાખે છે. મહાનપુરૂષો શરીર સારું હોય છે ત્યારે તપ કરીને શરીરમાંથી કસ કાઢી લે છે અને જ્યારે શરીર જીણું થઈ જાય છે ને મરણને