________________
શારદા દર્શન આ સ્ત્રી સોંપી દેજો. એ એને દીકરીની જેમ સાચવશે. ત્યારે અને કહ્યું ભાઈ ! હવે તું શા માટે મરવાની ચિંતા કરે છે ? હવે તારી ચિંતા મારા માથે છે.
અને આપેલ અંતરથી દિલાસે – હું તારા વૈરી વિદ્યુતવેગને મારા દિવ્યબાણથી મારીને તને તારા પિતાજીની ગાદી ઉપર બેસાડીશ ને તને માટે રાજા બનાવીશ. પછી તું અને આ મારી ધર્મની બહેન ચંદ્રાનના ખુશીથી આનંદ કરજે. આવા મીઠા વચન સાંભળીને મણીચૂડને અપૂર્વ આનંદ થયે, ને બેવીરા! આપનું તેજ જોઈને મને શ્રધા થઈ છે કે આપ જરૂર મને રાજ્ય અપાવશે. પણ એક વાત છે કે તમે છે મનુષ્ય અને અમે વિદ્યાધર છીએ. વિદ્યારે પાસે વારસાગત ઘણી વિદ્યાઓ હોય છે. એટલે વિઘતવેગ પાસે ઘણી વિદ્યાઓ છે. તેથી તમે એને પહોંચી નહિ શકે. એ તમને ખૂબ હેરાન કરશે.
વિદ્યા મેરે પાસ અવશ્ય હૈ, કુલ કર્મક અનુસાર,
વિધા સાધે યુક્તિ એ ફિર, કરો શત્રુ સંહાર હે...શ્રોતા. હે અર્જુન વીરા ! અમારા કુળની પરંપરા મુજબ મારી પાસે પણ ઘણી વિદ્યાઓ મારા પિતાજીએ મને આપી છે. પણ મારા માતા પિતાનું અવસાન થતાં મારે જવું પડયું એટલે મારી સાધના અધૂરી રહી ગઈ છે. તે હવે એ વિદ્યાએ હું આપને આપું. આપ વિધિપૂર્વક એ વિદ્યાઓનો સ્વીકાર કરો. એ વિદ્યાઓ સિદધ કરીને પછી શત્રુને હરાવે. હવે અર્જુન મણીચૂડ પાસેથી વિદ્યા ગ્રહણ કરશે ને કેવી રીતે સાધના કરશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૨૧ શ્રાવણ સુદ ૯ ને રવીવાર
તા. ૨૪-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને ! અનંત કરૂણાનીધિ, અશરણના શરણ, અનાથના નાથ એવા સર્વજ્ઞ ભગવંત ભવ્ય જીના ભલા માટે શાસ્ત્રજ્ઞાનની સર્ચલાઈટને પ્રકાશ આપીને ફરમાન કરે છે કે હે ચેતન ! તને સુંદરમાં સુંદર માનવભવ મળે છે. માનવનું આયુષ્ય અતિ છે. તેમાં તું ઉત્કૃષ્ટ આરાધના કરીને ભવ સમુદ્ર તરી જા, જે ઉત્કૃષ્ટ આરાધના ન કરી શકે તે છેવટે તારું ઓજસ ગુમાવીશ નહિ એટલે કે મનુષ્ય ભવમાંથી નરક કે તિર્યંચ ગતિમાં જવું પડે એવા કર્મો તું કરીશ નહિ. એ દુઃખમાંથી તું માંડ છૂટીને આવ્યો છે. હવે એ દુ:ખ ફરીને તારે ભોગવવા ન પડે તેને પૂરો ખ્યાલ રાખજે. એટલું ચોક્કસ સમજી લેજે