________________
શારદા દર્શન
છ અણગારેએ પિતાના આત્માને જીતવા માટે સંયમ લીધે છે, અને દુર્જય સંગ્રામમાં વિજ્ય મેળવવા માટે ત્રિલોકીનાથ એવા નેમનાથ પ્રભુનું શરણું સ્વીકારી મન-વચન-કાયાથી ભગવાનને અર્પણ થઈ ગયા છે. વિનયવંત શિષ્ય પોતાના ગુરથી કંઈ વાત છૂપાવતા નથી. ફક્ત શ્વાસ કેટલીવાર લીધે ને મૂકો અને આંખની કીકી કેટલીવાર હલનચલન કરી આ બે વાત કહી શકવા સમર્થ નથી માટે નથી કહેતા. બાકી કાંઈ છાનું ના રાખે. નેમનાથ પ્રભુના ચરણમાં જેમણે પોતાની જીવનનૈયા ઝુકાવી છે તેવા છ અણગાર દ્વારિકા નગરીમાં જીવેની જતન થાય તે રીતે અત્વરિત ગતિથી, ચપળતા રહિત ચાલતાં તેઓ ત્રણ સંઘાડામાં ગૌચરી માટે દ્વારિકા નગરીમાં ભેદભાવ વગર શ્રીમંત, મધ્યમ, ગરીબ બધાના ઘરમાં ગૌચરીની ગવેષણ કરે છે. સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘરે ગૌચરી જાય પણ તેની દષ્ટિ નીચી હોય. તે આડું અવળું ના જોવે. કહ્યું છે કે
ના સંગ કરે કદી નારીને, ના અંગે પાંગ નિહાળે,
જો જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે, મનથી, વાણુથી, કયાથી વ્રતનું પાલન કરનારા-આ છે અણુગાર અમારા... તમને સમજાયું કે જૈન મુનિ કેવા હેય? નારીને સંગ કયારે પણ ન કરે. તેમજ ગોચરી વહરતાં ઉંચું નીચું જેવું પડે તે દેખે પણ સ્ત્રીના અંગોપાંગ ના જોવે. કદાચ જરૂર પડે ને બાલવું પડે તે નીચા નયને ઢાળીને વાત કરે. પણ ગમે તેવા સંગમાં મન, વચન અને કાયાથી શુધ્ધ સંયમ પાળે આવા છ અણગારે ઉંચ. નીચ અને મધ્યમ કુળમાં ગૌચરી કરે છે પણ કેઈ સ્ત્રીની સામે દૃષ્ટિ પણ કરતાં નથી. આ મુનિઓ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં આવા પવિત્ર અણગારોને જોઈને સૌના મન આનંદિત બને છે. કેવા પવિત્ર અણગારે છે! ધન્ય છે તેમની જનેતાને કે આવા પુત્રો શાસનને અર્પણ કર્યા. આ છ સંતાને એક સંઘાડે ગૌચરી કરતે કરતે ક્યાં પધારશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -મચડે પિતાની બધી વિતક કથા અર્જુનને કહી સંભળાવી અને કહ્યું કે હું તે એક મરવાની ઈચ્છાથી નીકળ્યું હતું પણ મારી પત્ની ચંદ્રાનના એના પિયર ન જતાં મારી પાછળ આવી. કારણકે સતી સ્ત્રીઓ પતિના સુખે સુખી અને દુખે દુઃખી રહેનારી હોય છે અને સતી સ્ત્રીઓને ધર્મ છે કે જ્યાં પતિ ત્યાં સતી. તેમ આ મારી પત્ની પણ સતી છે. તે મને મરતાં અટકાવી રહી છે. તે હે અર્જુન વીરા ! તમે મારા દુઃખમાં સહાયક બનવા આવ્યાં છે તે આપ મને આવા અપયશ ભરેલા જીવને જીવવા કરતાં મરવા દે. આ ચંદ્રાનનાને તમારી બહેન ગણીને એનું રક્ષણ કરજો. તમે તે રાજકાર્યમાં પરેવાયેલા રહે એટલે કુંતામાતાને