________________
શારદા દર્શન
૧૬૯ લગ્નને દિવસ નક્કી થય ને ખૂબ ધામધૂમથી શેઠે એંજીનીયર સાથે પિતાની પુત્રીને પરણવી. એ જ દિવસે સસરાએ જમાઈને પેલે બંગલે બક્ષીસ કર્યો ત્યારે જમાઈને ખૂબ પશ્ચાતાપ થયો. અરે, મેં કેવી ભૂલ કરી ? મને ખબર નહીં કે આ બંગલે મને જ મળવાનું છે. મેં બરાબર શ્રમ કરીને સારો માલ વાપર્યો હોત તે મને લાભ હતે. હાય! હવે શું કરું? હવે જમાઈ ગમે તેટલો પશ્ચાતાપ કરે તે શા કામનો ? આ દૃષ્ટાંત આપણે માનવજન્મ ઉપર ઘણાવવું છે. સસરા સમાન પુણ્ય છે ને જમાઈ સમાન માનવભવ છે. પુણ્યરૂપી સસરાએ માનવજીવન રૂપી જમાઈને બધી સામગ્રી આપી. હવે તે સાધન સામગ્રીનો સદુપગ કેવી રીતે કરે તે પોતાના હાથની વાત છે. જમાઈએ બંગલામાં સારા સાધને વાપર્યા હતા અને કાળજીપૂર્વક બંગલે બાં હેત તે તેને જ લાભ હતે પણ પરાયું કામ માનીને વેઠ ઉતારી તે પસ્તાવાનો વખત આવ્યે, તેમ તમને પણ ઉત્તમ માનવજન્મ મળે છે. પુણ્યથી બધી જોગવાઈ મળી છે તે હવે વિષયની વેઠ ના તાણતાં બને તેટલે તપ-ત્યાગ, દાન-પુણ્ય કરી લે. માનવજીવનને અમૂલ્ય સમય આત્મસાધનામાં વાપરશે તો ભવિષ્યમાં તમને કામ લાગશે. અત્યારે પ્રમાદ કરશો તો પછી રડવાનો વખત આવશે.
અહીં બે અણગારોને પિતાને ઘેર ગૌચરી આવતાં જોઈને માતા દેવકીના હર્ષને પાર ન રહ્યો. હવે દેવકીમાતા મહેલેથી નીચે ઉતરશે ને મુનિઓને વહેરાવશે ને શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર -અજુને મણીચૂડને રાજ્યગાદી અપાવવાનું વચન આપ્યું. ત્યારે વિદ્યાધર મણીચૂડે કહ્યું–વીરા ! તમે તે ખૂબ પરાક્રમી છે. તમારી ધનુર્વિદ્યા અજોડ છે. આપના જેવા ધનુષ્યધારી આ દુનિયામાં કેઈ નથી, પણ વિદ્યુતવેગ વિદ્યાધર છે. એ આકાશમાં રહીને લડશે ને તમે ધરતી ઉપર રહેશે. વળી વિદ્યાઓ સાથે તેને દૈવી સહાય મળે છે. દૈવી સહાય આગળ મનુષ્યની શક્તિ શું વિસાતમાં? માટે તમે મારી પાસે રહેલી વિદ્યાઓ સિધ્ધ કરે. અર્જુનની ઈચ્છા આ વિદ્યાઓ લેવાની ન હતી પણ વિધુતવેગને જીતવા માટે શીખવાની જરૂર હતી. એટલે મણીચૂડ પાસે રહેલી વિદ્યાએ લીધી અને તેની સાધના કરવા માટે તૈયાર થયા. વિદ્યાઓ સિધ કરવી એ કંઈ સામાન્ય કામ નથી. એક માણસ વિદ્યા સિદ્ધ કરવા બેસે તો બીજા માણસે તેની સામે ઉત્તરસાધક તરીકે રહેવું જોઈએ. એટલે મણીચૂડ ઉત્તસાધક તરીકે રહેવાને હતે. આવા સમયે એકલી સ્ત્રીને પહાડ ઉપર રાખવી એ મુશ્કેલીભર્યું કામ હતું. એટલે મણીચૂડે તેની પત્ની ચંદ્રાનનાને કહ્યું-તું હમણાં પિયર જા. એની જવાની ઈચ્છા ન હતી પણ અજુને કહ્યું-બહેન ! તું ચિંતા ન કરીશ. તારા પતિને કેઈ જાતની આંચ નહિ આવે. વિદ્યા સાધીને રાજ્ય જીતી લીધા પછી તેને