________________
શારદા દર્શન
૧૦૧ શેઠે કહ્યું હું તે તમને પહેલેથી કહેતે હતે. તમે હાથે કરીને છેક ઈ બેઠાં. દીકરો છે એટલું જ નહિ પણ સારા સંસ્કારો, ધર્મની ભાવના બધું જ ગયું ને આ સુશીલ પુત્રવધુનું શું? પુત્રની પરલોકમાં કઈ દશા થશે ? તમે માતા થઈને આવું જ શિક્ષણ આપ્યું ને? શેઠે ખૂબ કહ્યું પણ હવે શેઠાણી શું બેલે? શેઠાણી ચોધાર આંસુએ રડવા લાગી. શેઠ ધર્મિષ્ઠ ને શાણા હતાં. છેવટે શેઠાણીને ખૂબ સમજાવીને શાંત કર્યા કે એમાં કોઈને દેષ નથી. આપણા કર્મને દોષ છે. હવે શાંતિ રાખે પોતે પણ શાંતિ રાખે છે કે તેના મા બાપ અને તેના દીકરા ! એક દિવસ તે બધું છોડીને જવાનું છે. એમ સમાધિ ભાવમાં રહે છે. છેવટે પૈસા ખૂટી ગયા. શેઠ મૃત્યુની પથારીમાં પડયા છે. એટલે ચિઠ્ઠી લખીને મોકલી કે બેટા ! મારો અંતિમ સમય છે. તું જલ્દી આવજે. મરતાં મરતાં તારું મુખ એકવાર જોઈ લઉં. ત્યારે દીકરાએ ચિઠ્ઠી લખીને મેકલી. બાપુજી! તમે મરતા હો તે ભલે મરે પણ તમારી મૂડી હોય તેટલી અહીં મોકલી દેજે. (હસાહસ) દીકરાનો જવાબ સાંબળીને માતાપિતાને દુઃખ થયું. છતાં પિતાજી તે ધાર્મિક દષ્ટિવાળા હતા એટલે કહે છે કે ભગવાન ! એને તમે બુદ્ધિ આપજો. આટલું કહીને પરલોક સીધાવી ગયા. માતા ખુબ ઝરવા લાગી. છાતી ને માથા કૂટવા લાગી. કારણ કે એક તે પતિ ગયે ને પુત્ર પણ હાથે કરીને ગુમાવ્યું. એ હાય બળતરામાં ગૂરી બૂરીને પ્રાણ કાઢયા.
માતા-પિતા ચાલ્યા ગયા. હવે પત્ની પાસે પૈસા મંગાવવા લાગે. કન્યા ખૂબ સુશીલ હતી. તેણે પિતાનું બધું મોકલ્યું. છેવટે શેર જુવાર કે બાજરી ન રહી ત્યારે એની પત્નીએ લખી દીધું કે સ્વામીનાથ ! હવે ઘરમાં ખાવા શેર બાજરી પણ નથી. માટે આપને જેમ સુખ ઉપજે તેમ કરજે. આ ચિઠ્ઠી વેશ્યાના હાથમાં આવી વંચી તે ખબર પડી કે હવે વખારમાં માલ ખલાસ થઈ ગયા છે. તેથી હવે મારે એની જરૂર નથી. એને રાત્રે દારૂ પાઈને સૂવાડી દીધે. નશામાં ચકચૂર બન્યું એટલે ઘરની બહાર કચરા પેટી આગળ ફેંકાવી દીધું. સવાર પડતાં શુધિમાં આવ્યું. અરે ! હું અહી કયાંથી ? ઉઠીને વેશ્યાને ઘેર આવે તે દ્વાર બંધ કરી દીધા છે. બારણું ખખડાવે છે ત્યારે દાસી કહે છે ચાલ્યો જા. હવે તારું કામ નથી. ત્યારે મેહઘેલે વીરેન્દ્ર કહે છે તું શું સમજે? બાઈને બોલાવ. બાઈ અંદરથી કહે છે દાસી ! એને ધકકે મારીને કાઢી મૂક. હવે એનું કામ નથી. આ શબ્દ સાંભળીને હૈયામાં કારમે ઘા લાગે. અહો! આ સંસાર આવે ! જેના મેહમાં પાગલ બની મા-બાપને છેડયા, બારી પત્નીને છેડી અને મૂડી સાફ કરી તે મને ધક્કો મારે છે ! ખુબ દુઃખ સાથે લથડતા પગે ઘેર આવ્યા. પત્ની સુશીલ હતી તે વાંધો ન આવ્યો. પ્રેમથી પતિને બેલાવ્યો. તેને પત્નીની માફી માગી અને સારી પત્નીના સંગે પુનઃ જીવનનું પરિવર્તન થયું બંધુઓ ! આ સંસાર કે છે! માટે કહું છું કે સંસારની માયા છોડવા જેવી