________________
શારદા દર્શન
૧૨૭ કોઈ તેને ભાવ પૂછતું નથી એટલે ખૂબ મૂંઝા. હવે કયાં જ ઉં? કોની સલાહ લઉં તે મારી આબરૂ ને ઈજજત બચી જાય.
ખૂબ વિચાર કરતાં તેણે નકકી કર્યું કે દયાનંદ ભલે અત્યારે મારે દુશમન બની ગયો છે પણ તે ખૂબ સજજન ને ગંભીર માણસ છે. મારે દુશમન છે પણ ડાહ્યો છે. માટે ત્યાં જ હું તે તે મને કંઈક સલાહ આપશે. એમ વિચારીને નેચંદ દયાનંદને ઘેર ગયો. એને દૂરથી આવતે જોઈને દયાનંદ સ ગ કે દુશમનાવટ થઈ છે એટલે આમ તે એ મારે ઘેર આવે તેમ નથી પણ ખૂબ મૂંઝાયે હશે એટલે અગત્યના કામે આવ્યું લાગે છે. આગળના માણસેમાં એક ગુણ હતું કે પડેલા ઉપર પાટ હોતા મારતા તેમાં પણ આ દયાનંદ તે ખૂબ ખાનદાન અને ગંભીર હતે. એટલે મીઠે આવકાર આપીને બેલા ને ઘરમાં બેસાડીને પૂછયું. શા કારણે આવવાનું બન્યું? ત્યારે નેમચંદે પિતાના અંતરમાંથી મુંઝવણ ભરેલા ઉદ્દગારો કાઢયા. પિતાની પરિસ્થિતિને ખ્યાલ આપે. એની વાત સાંભળીને દયાનંદે તેને આશ્વાસન આપ્યું. અને તેની જતી આબરૂ જળવાઈ રહે તેવી યુકિત કરી અને મદદ કરી તેની મૂંઝવણ મટાડીને તેની આબરૂ વધારી. જુઓ, દયાનંદ કે સજજન નીકળે ! નેમચંદે પિતાના પૈસા આપ્યા નહિ ને દુશમનાવટ કરી છતાં તેને ઉંચો લાગે. નેમચંદની આંખ પણ ખુલી ગઈ કે હું કે અધમ છું ને દયાનંદ કે દયાળુ છે! મને પડતાં તેણે બચાવ્યા ને મારી ઈજજત રાખી. તેના ચરણમાં પડીને માફી માંગી. અંતે એકબીજાની દુશમનાવટનું રાજીનામું અપાઈ ગયું ને દુશ્મન દેત બની ગયાં. દયાનંદ નેમચંદને દુશ્મન હતું પણ ડાહ્યો હતો તે નેમચંદને બચાવે.
આપણે વાત ગૌતમસ્વામીની ચાલતી હતી કે ગૌતમસ્વામી પહેલાં ઈન્દ્રબતિ નામે બ્રાહ્મણ હતાં. એમના ધર્મનું તેઓ ખૂબ જ્ઞાન ધરાવતાં હતાં એટલે જ્ઞાનનું
અભિમાન હતું પણ અભિમાન સમજણપૂર્વકનું હતું. એક વખત તેઓ યજ્ઞ કરી રહ્યાં હતાં ત્યારે આકાશમાંથી દે નીચે ઉતરીને ગામ બહાર જવા લાગ્યા. ત્યારે ઈન્દ્રબતિ કહે છે કે દેવે ભૂલ્યા લાગે છે. ત્યારે અગ્નિભૂતિ, વાયુબતિ વિગેરે ભાઈએ કહે છે મોટાભાઈ! આ નગર બહાર મહાવીર નામના કેઈ ચગી પધાર્યા છે, તે સર્વજ્ઞ છે એમ લેક બેલે છે માટે કે ત્યાં જતાં હશે. ઈન્દ્રભૂતિ કહે છે જે એ સર્વજ્ઞ હશે તે મારા મનમાં મૂંઝવણ ભરેલા પ્રશ્નો છે તેનું તે સમાધાન કરશે તે હું એને સાચો સર્વજ્ઞ માનીશ, અને તેને શિષ્ય બની જઈશ. જુઓ, અભિમાનમાં કેવું ડહાપણ છે! યજ્ઞ કરતાં કરતાં મહાવીર પ્રભુ હતા ત્યાં આવ્યા. એ આવ્યા એટલે ભગવંતે કહ્યું કે હે ઈન્દ્રભૂતિ ! તારા મનમાં આવી શંકા છે ને? એના મનમાં જે શંકાવાળા પ્રશ્નો હતાં તેને ભગવાને જવાબ આપે. ઈતિ