________________
શારદા દર્શન
૧૨૯ ભડવીર ભીમનું આગમન –આ પ્રમાણે યુધિષ્ઠિરે કહ્યું ત્યાં ભડવીર ભીમ અર્જુનને પગ પકડીને કહે છે વીરા ! તું અમને મૂકીને જવાની ક્યાં વાત કરે છે? તારા જવાની વાત સાંભળતાં મારા હૃદયના ટુકડા થઈ જાય છે. ત્યાં સહદેવ અને નકુળ બંને ભાઈ એ અજુનના મેળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડતાં રડતાં કહે છે તે અમારા વડીલ બંધુ ! તમે અમને મૂકીને ચાલ્યા જશે તે અમને આનંદ કેણ કરાવશે? અમને હરવા ફરવા તમારા વિના કેણું લઈ જશે ! અમને તમારા વિના નહિ ગમે. માટે અમને તમારી સાથે લેતા જાઓ. એમ કહીને અર્જુનને વળગી પડયા. ખૂબ કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું. પાંડુરાજા, કુંતાજી, યુધિષ્ઠિર, ભીમ સહદેવ, નકુળ અને દ્રૌપદીનું રૂદન જોયું જાય તેવું ન હતું. એ રૂદન જોઈને કઠોરમાં કઠોર હૃદયના માનવીનું હૈયું પીગળ્યા વિના ન રહે. ઝાડે પંખી પણ ધ્રુજી ઉઠયા. આ સમયે અજુન ખૂબ હિંમત રાખી બધાને કહે છે કે આપ બધાં તે મહાન શૂરવીર ને ધીર છે. ક્ષત્રિામાં આવી કાયરતા ન હોય અને આજે સામાન્ય માણસોની માફક તમારામાં આવી કાયરતા કયાંથી આવી ગઈ? અને કષિની પાસે મેં જે પ્રતિજ્ઞા લીધી છે તેનું અણુશુદ્ધ મારે પાલન કરવું જોઈએ. માટે તમે બધા ગમે તેમ કહે પણ હું તે જવાને એટલે જવાને છું. તે તમે બધા પ્રેમથી મને આજ્ઞા આપે. જેથી મારે માર્ગ નિર્વિક્ત અને નિષ્કટક બને. આ પ્રમાણે કહે છે ત્યાં રડતી કળતી દ્રૌપદી અર્જુન પાસે આવીને કહે છે..
પદીની અર્જુન પાસે વિનંતી - હે પ્રાણેશ્વર ! માતા-પિતા અને ભાઈએ તમને જવાની ના પાડે છે તે પણ તમે કેમ માનતા નથી? સતી સ્ત્રીઓને મન પતિ પ્રાણ સમાન હોય છે. તે તમારા વિના મને નહિ ગમે. હું તમને નહિ જવા દઉં. અને તેને પણ ખૂબ સમજાવીને કહ્યું તમે બધા રડો નહિ. મારે જવું છે તે નક્કી છે. તેમાં મીનમેખ ફરક પડવાને નથી, અને મારા પ્રયાણ વખતે તમે બધા રડે ને આંખમાંથી આંસુડા પાડે તે અપશુકન કહેવાય. માટે બધા રડતા બંધ થાઓ ને મને જવાની અનુજ્ઞા આપે. બધાએ જાણ્યું કે કઈ રીતે અર્જુન રહેવાને નથી એટલે બધાએ દુખિત દિલે આજ્ઞા આપી. હવે અજુન જવા જાય છે ત્યારે દ્રોપદી છેલે શું કહેશે તે વાત અવસરે.