________________
૧at
શારદા દર્શન પ્રાપ્ત કરશે ને ઘણી કિતી ત્યાં મેળવશે તે ત્યાં અમને ભૂલશે નહિ ને વહેલા વહેલા પધારશે. આપ અનેક તીર્થોમાં જવાથી પવિત્ર બનીને પાછા પધારશે ત્યારે આપની ચરણરજથી હું પાવન થઈશ. આ પ્રમાણે કહીને અર્જુનના કપાળમાં કુમકુમનું તિલક કર્યું. અર્જુન બધાને સમજાવી આશીષ લઈ માત્ર ધનુષ્ય બાણુ લઈને જવા પગ ઉપાડે છે ત્યાં બધા બેભાન થઈને પડી ગયા. પણ અર્જુને બધાને છેઠીને આગે કદમ ઉઠાવ્યા. છેલે ધર્મરાજા કહે છે બંધવા! તું એકલે જાય છે તે સાથે થોડું ધન લઈ જા. પહેરવા વસ્ત્રો અને અશ્વ તે લઈ જા, પણ અર્જુને ના પાડી. પહેરેલા કપડે ધનુષ્ય બાણ લઈને અર્જુનછ ચાલી નીકળ્યા. અર્જુનની સામે પ્રેમદષ્ટિથી દ્રૌપદી જઈ રહી. અર્જુને પણ તેના સામું જોયું. કારણ કે હજુ ઉગતી યુવાની છે. સંસારનો મોહ છે. અર્જુન બધાને વિદાય કરીને વનવગડાની વાટે ચાલ્યા જાય છે ત્યારે દ્રૌપદી આદિ સર્વે સજળ નેત્રે તેના સામું જોઈ રહ્યા. અર્જુન પણ જ્યાં સુધી બધા દેખાયા ત્યાં સુધી પાછું વાળીને જોવા લાગે. અર્જુન દેખાતે બંધ થશે એટલે સૌ દુખિત દિલે પાછા ફર્યા. પિતાના મહેલમાં પ્રવેશ કરતાં બોલે છે અરે, અર્જુન! તું ક્યાં ગયા? ઘરમાં કેઈને ચેન પડતું નથી. આ તરફ અને ચાલતાં ચાલતાં ઘણે માર્ગ કાપી નાંખે.
આયા વિપિન મેં એક સરોવર, કરી સ્નાન ઉસવાર, જાપ જપી નવકારમંત્રક, કા કીના આહાર તા .
અને એક મેટા ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. કેઈ દિવસ ખુલ્લા પગે નહિ ચાલનાર અર્જુન ખુલ્લા પગે વનની કાંટાળી કેડીએ આટલું ચાલ્યા એટલે થાક તો લાગે તે સ્વાભાવિક છે. ભૂખ-તરસ ખૂબ લાગી હતી. વનમાં આમ તેમ દષ્ટિ કરી તે એક મોટું સરોવર જોયું એટલે સરોવરમાં સ્નાન કર્યું. ત્યાર બાદ તેમણે પંચપરમેષ્ટી નવકારમંત્રનું સ્મરણ કર્યું. કારણ કે બાર બાર વર્ષ જંગલમાં વિતાવવા છે તે નવકારમંત્રનું શરણું અંગીકાર કરું તે મને કેઈ જાતનું વિન આવે નહિ ને મારા બાર વર્ષ સુખ સમાધિપૂર્વક વ્યતીત થઈ જાય. એમ વિચાર કરીને સર્વ પ્રથમ તેમણે નવકારમંત્રનું શરણું અંગીકાર કર્યું. પછી વનફળ લાવીને ખાધા ને પાણી પીધું. ત્યાં મધ્યાન્હ થઈ ગયા. ગાઢ વેરાન વન હતું ને ધામધખતે તડકો હતો. એટલે અર્જુનછ એક વૃક્ષની શીતળ છાયામાં સૂઈ ગયા ને થેડીવારમાં ઉઠી ગયા. એમને લાગ્યું કે આ જંગલમાં ઝાઝો સમય રહેવા જેવું નથી. કારણ કે અહીં કેઈ મનુષ્ય દેખાતું નથી ને વાઘ સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાય છે. માટે આ વન જલદી ઓળંગી જાઉં.
વનમાં વાઘ-સિંહની ગર્જનાઓથી દિશાએ ગાજતી હતી. મૃગલાઓની