________________
૧૩૯ -
શારદા દર્શન પણ એને ખબર નથી કે કયારે એચિંતા કાળરાજાના તેડા આવશે ને કયારે આ બિઆ ઉપાડવા પડશે. માટે સમજીને આત્મા માટે કંઈક કરી લે.
ચાતુર્માસ બેસવાના દિવસો આવે છે ત્યારે ખેડૂત પણ સજાગ બને છે. એના બળદ પાસે જઈને બોલે છે કે બેલીડા ઉઠે ઉતાવળા થાવ, વાવણીયા જેડે ખેતરમાં જઈ.” હે બેલીડા ! હવે ઉઠો. પ્રમાદ છોડીને ખેતરમાં જઈને ખેડ કરીએ. એના હળને નાડાછડી બાંધીને બળદને જોડીને ખેતરમાં લઈ જાય ને અગાઉથી ખેતર ખેડીને તૈયારી કરી રાખે છે. પછી વરસાદ આવે ત્યારે વાવણી કરે છે. તેમ મહાન પુરૂષ આપણને પડકાર કરીને કહે છે કે હે માનવ બેલીડાઓ ! અનાદિકાળની મોહ નિંદ્રાને ત્યાગીને તમે જાગૃત બને. સંવત્સરીને દિન આવતાં પહેલાં અંતરમાં ભરેલા વિષયકષાય, રાગ-દ્વેષ, કોધ, માન, માયા, અને લેભાદિકના કચરાને સાફ કરીને તમારા અંતરરૂપી ક્ષેત્રને શુધ ને કેમળ બનાવી દે. પ્રમાદ છેડીને આત્મસાધના કરવાની તૈયારી કરે, મહાન પુરૂષ કહે છે કે
એ અબુઝ! હવે તું જાગી જા, સ્વાત્મ તેજે ઝબુકી જા, અજ્ઞાન મિથ્યાત્વને વમી જા, નિર્વાણ પદ તું પામી જા.”
હે અબુધ, અજ્ઞાની, વિષયાંધ જીવ? તું જાગ અને આત્માના તેજ ઝળકાવવાને પ્રબળ પુરૂષાર્થ કર. બંધુઓ ! આત્માનાં તેજ જ્યારે ઝળકે ? જ્યાં સુધી આત્મા ઉપર રહેલા અજ્ઞાન અને મિથ્યાત્વને ગાઢ અંધકાર નહિ ટળે ત્યાં સુધી આત્માનો પ્રકાશ નહિ મળે. જ્ઞાન જે કઈ પ્રકાશ નથી ને અજ્ઞાન જે કઈ અંધકાર નથી. આપણને સૂર્ય તેજસ્વી દેખાય છે પણ આવા હજારે સૂર્યનાં તેજ ભેગા કરે ને જે પ્રકાશ દેખાય તેના કરતાં પણ અનંત ગણ તેજ કેવળજ્ઞાનના છે. પણ એ તેજને પ્રગટ કરવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવા જોઈએ. જે આત્માઓએ કેવળજ્ઞાનની જત પ્રગટાવી છે તેમને કેટલે પુરૂષાર્થ કરે પડે છે. ઘરમાં બેસીને રેડિયે સાંભળતાં કે ટી. વી. જેમાં કંઈ કેવળજ્ઞાન નથી થયું. આજે તે કેવળજ્ઞાન જોઈએ છે પણ પુરૂષાર્થ કરે નથી. રાત પડે એટલે પ્રકાશ માટે તમારે લાઈટની જરૂર પડે છે પણ સર્વજ્ઞ ભગવંતેને કઈ પ્રકાશની જરૂર નથી. તેઓ સર્વાગથી દેખે છે. તેમને માટે તે રાત ને દિવસ બંને સરખા છે. આ પ્રકાશ પ્રાપ્ત કરવાનું જે કેઈ સ્થાન હોય તે આ માનવભવ છે.
બંધુઓ ! મિથ્યાત્વને નાશ થયે ને આમામાં સમ્યક્ત્વને સૂર્ય પ્રગટ થયે એટલે સમજી લેજે કે મોક્ષમાં જવાનું સર્ટીફીકેટ મળી ગયું. ચોથા ગુણસ્થાનકે સમ્યક્ત્વની શરૂઆત થાય છે. ત્યાંથી જીવ આગળ વધને વધતે કમને ક્ષય કરતે બારમાં ગુણસ્થાનકના છેલા સમયે ને તેરમાં ગુણસ્થાનના પહેલા સમયે ઘાતકર્મને