________________
શારદા દર્શન
૧૪૩ (હસાહસ) સાધુ ગાયની જેમ ચરે. તે ગૃહસ્થને ઘેરથી એવી રીતે આહાર લે કે પાછળ ગૃહસ્થને સંકેચ ન પડે. બીજી વાત સાધુ ગીચરી જાય ત્યાં કઈ માન આપે કે અપમાન કરે તે પણ સાધુએ સમભાવ રાખવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે
जे न वंदे न से कुप्पे वदिओ न समुक्कसे।
પવમરમાણ સામvorg . અ. ૫ ઉ૧ ગાથા ૩૨ કેઈ ગૃહસ્થ સાધુને વંદણા ન કરે તો તેના ઉપર ક્રોધ ન કરે પણ એ વખતે એ વિચાર કરે કે હું કઈ પાસે વંદન નમસ્કાર કરાવવા માટે સંયમ પાળ નથી. કેઈ વંદન કરે તે મને શો લાભ? અને ન કરે તે મને શું નુકશાન ? મને માન પ્રતિષ્ઠાની ભૂખ નથી. આ લેકમાં પૂજાવા માટે હું મારો અમૂલ્ય સંયમ શા માટે વેડફી નાખું! જેમ ચિંતામણીરત્ન કુટેલી કેડીના બદલામાં આપવાનું ન હોય તેમ આ મારું કિંમતી ચારિત્ર રન લૌકિક ગૌરવ માટે વેચી દેવાનું નથી. સાથે કઈ રાજા-મહારાજા અને શ્રીમંતે સાધુના ચરણમાં લળીલળીને વંદણ કરે ત્યારે સાધુ હરખાય નહિ કે મને કેવા વંદન કરે છે પણ એમ વિચાર કરે કે આ બધાના વંદન સ્વીકારવાની મારામાં ગ્યતા છે? હું મારા ચારિત્રમાં વફાદાર છું? મારામાં એટલા ગુણે છે? આ વિચાર કરે. અરે, કેઈ શ્રાવક અગર શ્રાવિકા ઉપાશ્રયમાં દર્શન કરવા માટે આવે ત્યારે દીક્ષા પર્યાયમાં નાના સંત સતીજી હોય તેને વંદન કરે ને મોટાને વંદન ન કરે તે એ વિચાર ન કરે કે આ લેકમાં કેટલે ભેદભાવ છે ! નાનાને વંદન કર્યા, એમને સુખશાતા પૂછી અને મને મોટાને વંદન ન કર્યા. તેમ વિચારી ગૃહસ્થ ઉપર ક્રોધ ન કરે, તેમની નિંદા ન કરે પણ વંદણ કરનાર પ્રત્યે જે પ્રેમભાવ રાખે તે પ્રેમ વંદણ ન કરનાર પ્રત્યે રાખે, ને વિચાર કરે કે દરેક ઉપર સમભાવ રાખે એવી ભગવંતની આજ્ઞા છે. આ રીતે જે સાધુ સાવી સંયમ પાળે છે તેને બેડો પાર થઈ જાય છે. છ અણગારે ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયાં છે. હવે તેઓ જ્યાં ગૌચરી જશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : અર્જુનના ગયા પછી પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુળ, દ્રૌપદી બધા મહેલમાં આવીને ખૂબ ખૂરવા લાગ્યા. માતા પિતા કહે છે એ મારા લાડકવાયા ! અમે રાજમહેલમાં બેઠા છીએ ને તું જંગલમાં કષ્ટ વેઠવા કયાં ચાલ્યો ગયો? ચાર ભાઈઓ કહે છે એ અમારા વહાલા બંધવા ! તું એક ગયે પણ તારા વિના જાણે કેઈ નથી એવું લાગે છે. આમ સૌ યાદ કરીને રડે છે. આજે આ પ્રેમ ભાગ્યે જોવા મળશે. આજે સૌ પોતપોતાના સ્વાર્થમાં મસ્ત છે પણ અહીં તે ક્ષીર નીર જે પ્રેમ હતો. ભલે તેઓ બધું કાર્ય કરે છે પણ એક ક્ષણ અજુનને ભલતાં નથી,