________________
ઉપરું
શારદા દર્શન વિલાસ જાગ જોઈએ કે બસ, આ માનવભવ મળે છે તે કર્મ શત્રુઓને હટાવી દઉં. હવે ભવમાં ભમવું નથી.
આ ગાથામાં ભગવંતે સાચે વિજ્ય કર્યો છે તે બતાવ્યું છે. જેમ કેઈ મનુષ્ય દુર્જન સંગ્રામમાં મુશ્કેલીથી જીતી શકાય તેવા દશ લાખ સુભટને પિતાના ભુજા બળથી જીતી લે છતાં તે સાચે વિજેતા નથી. પણ જે પિતાના આત્માને જીતે છે તે દશ લાખ સુભટને જીતનાર કરતાં પણ વધારે શક્તિશાળી છે. આત્મવિજય એ જ શ્રેષ્ઠ વિજય છે. તેનાથી બીજે કઈ શ્રેષ્ઠ વિજ્ય નથી.
આ ગાથામાં શાસ્ત્રકારે આધ્યાત્મિક વિજ્ય અને ભૌતિક વિજ્યની સરખામણી કરેલી છે. તેમાં આધ્યાત્મિક વિજયને જ શ્રેષ્ઠ વિજય કહ્યો છે. હવે બંને વિજ્યની સરખામણું કેવી રીતે કરે છે? આ સંસારમાં રાજાઓ એકબીજા સાથે યુદ્ધ કરે છે. બંને રાજાઓનાં સૈનિકે એકબીજા સાથે શસ્ત્રો વડે ખૂનખાર જંગ ખેલે છે. તેમાં માથું દેવું પડે તે પણ દઈ દે છે. આ બાહ્ય સંગ્રામમાં બે પક્ષમાંથી ગમે તે એક પક્ષને વિજય થાય છે ને બીજાને પરાજય થાય છે એટલે સંગ્રામ સમાપ્ત થાય છે. આવા ભૌતિક સંગ્રામ થાય ત્યારે જોઈ શકાય છે. જ્યારે આધ્યાત્મિક સંગ્રામ આત્માની સ્વાભાવિક અને વિભાવિક પ્રવૃત્તિઓ વચ્ચે થાય છે. તે યુધ્ધ આપણને દેખાતું નથી પણ તે ક્ષણે ક્ષણે ચાલુ છે, આ યુધ્ધ અનાદિકાળથી ચાલી રહ્યું છે. જેમ બાહ્ય યુધમાં એક રાજા જીતી જાય છે તે હારનારને પકડી કેદમાં પૂરી દે છે, તેમ સ્વાભાવિક શક્તિઓ ઉપર વિભાવિક શક્તિઓ જે વિજય મેળવે છે તે આત્માને દુર્ગતિરૂપી અંધારી કેટડીમાં કેદ પુરાવું પડે છે, અને જે સ્વાભાવિક શક્તિઓ નાશ પામે છે, ત્યારે આત્મા કર્મરહિત શુધ બનીને સિધ્ધક્ષેત્રનું વિશાળ અને અક્ષય સામ્રાજ્ય મેળવે છે.
આધ્યાત્મિક યુધ્ધ આ ચર્મચક્ષુઓ દ્વારા આપણે જોઈ શકતા નથી. એને જે જેવું હોય તે આ બાહ્ય જગતમાંથી દષ્ટિ બંધ કરીને આવ્યંતર જગતમાં આંતરદષ્ટિથી અવલોકન કરવું પડે છે, આ યુધ્ધ આત્માને પીછાણનારા અવધૂત મહાન યેગીઓ જઈ શકે છે, અને તેમાં ખૂબ પરાક્રમથી યુધ્ધ કરી કર્મરિપુની સેનાને હટાવી શાશ્વત સુખને મેળવે છે. આપણે આધ્યાત્મિક અને ભૌતિક યુદ્ધની વાત કરી પણ તેમાં કણ કણ સેનાપતિ અને ધ્યાએ છે ને કયા શી છે તે જાણવું જોઈએ ને? ભૌતિક લડાઈમાં તે સેનાપતિ અને સૈનિકનાં નિર્માણ કરેલાં નામ હોય છે અને તેમાં શત્રુઓની સાથે લડવા માટે મોટા મોટા શસ્ત્રો તૈયાર રાખવામાં આવે છે. આ શસ્ત્રોનાં નામ તે તમને આવડે છે કારણ કે બાહ્યશત્રુઓ મોટા છે એટલે તેમને જીતવાનાં શસ્ત્રો પણ મોટા છે. તે પ, તલવાર, ઢાલ, ધનુષ્યબાણ, આણુબોમ્બ,