________________
શારદા દર્શન
૧૩૭ પાછળ વાઘ દેડતાં હતાં, અને વરૂઓ સામસામા લડતાં હતાં. ઢીલા પચા માણસનું
ત્યાં કામ નહિ. આ અજુન તે સિંહણને જાયે સિંહ હતે. એને કેઈને ડર લાગતું ન હતું. તે નિર્ભયપણે ધનુષ્ય બાણ લઈને આગળ ચાલ્યા જાય છે. પર્વત, ગુફા, નદીએ ને નાળા ઓળંગતા અર્જુનજીને કઈ જગ્યાએ ઉંચાઈમાં ચઢવાનું તે. કેઈ જગ્યાએ નીચે ઉતરવાનું. કેઈ જગ્યાએ કાંટા તે કઈ જગ્યાએ કાંકરા ને ઝાંખરા આવે છે. આવા વિષમ સ્થાનને વટાવતાં વટાવતાં અનછ આગળ ચાલ્યા જાય છે ત્યાં માર્ગમાં એક માટે પર્વત આવે. અર્જુનના મનમાં થયું કે આ પર્વત ઉપર ચતું એટલે ખૂબ સાહસ કરીને પર્વત ઉપર ચઢ્યાં. ધીમે ધીમે કરતાં પર્વતના છેક ઉંચા શિખર ઉપર ચઢી ગયા. તે ત્યાં તેમણે એક મહાન જ્ઞાની મુનિને ધ્યાનાવસ્થામાં બેઠેલાં જોયાં.
મુનિએ મુખે મુહપત્તી બાંધી હતી. પાસે રજોહરણ પડ હતે. એ સંત ખૂબ તપસ્વી હતા. તપશ્ચર્યાના પ્રભાવથી ઘણી લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એવા પ્રભાવશાળી મુનિ ધ્યાન ધરીને બેઠેલાં હતાં. મુનિને જોઈને અર્જુનને અપૂર્વ આનંદ થયે કે અહે! હું કેવું ભાગ્યવાન છું કે આવા વિષમ સ્થાનમાં પણ તરણતારણ છકાય જીના રક્ષક પવિત્ર ગુરૂદેવનાં મને દર્શન થયા. અર્જુનને આનંદને પાર નથી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૮
માસખમણનું ઘર શ્રાવણ સુદ ૬ ને ગુરૂવાર
- તા. ૨૧-૭–૭૭ અનંત કરૂણાનીધિ લેજ્ય પ્રકાશક, વીતરાગ પ્રભુએ જગતના જીના ઉધ્ધાર માટે અલૌકિક વાણીને ધોધ વહાવ્યો. ભગવાનની વાણી સર્વ જી ઉપર સમાન ભાવથી વરસે છે. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે “s gugra વાસ્થ૬, તાઁ થિ, ગદા તુસ સાથ તા gugra વાતથા ” જે પ્રકારે રાજા, પ્રધાન, શ્રીમંત, શેઠ આદિને ઉપદેશ આપે એવા પ્રકારે એવા જ ભાવથી પક્ષપાત રાખ્યા સિવાય સાધારણ વર્ગના મનુષ્યોને અને નિર્ધન મનુષ્યને ઉપદેશ આપે, અને સાધારણ વર્ગને, નિર્ધન મનુષ્યોને જે રીતે ઉપદેશ આપે એવા જ પ્રકારે રાજા, પ્રધાન, અને શ્રીમંત વર્ગને ઉપદેશ આપે. શ્રી તીર્થકર દેવ પ્રરૂપિત મોક્ષમાર્ગમાં કયાંય પક્ષપાતને સ્થાન નથી.