________________
૧૩૨
શારદા દર્શન
એક કુરર નામનું પક્ષી તેની ચાંચમાં માંસને ટુકડો લઈને ઉંચે ઉડતું હતું. તે જોઈને કાગડા, સમડી આદિ બીજા પક્ષીઓ માંસને ટુકડો લેવા માટે તેની પાછળ પડયા, અને વારંવાર ચાંચ મારીને તે પક્ષીને હેરાન કરવા લાગ્યા ને તેને ઘાયલ કર્યું. અંતે કુરર પક્ષીએ હારીને માંસને ટુકડે છોડી દીધું. એટલે પક્ષીઓએ પણ તેને પી છે છોડી દીધું. તેથી તે શાંતિથી એક વૃક્ષની નીચે જઈને બેસી ગયું. આ દશ્ય જોઈને દત્તાત્રય ધ પામ્યા. એ કુરર પક્ષીને ગુરૂ માનીને મને મન બોલી ઉઠયા કે આ સંસારમાં મનુષ્ય જ્યાં સુધી પરિગ્રહ રૂપી માંસના ટુકડાને આસક્તિ સહિત પકડી રાખે છે ત્યાં સુધી ભાઈ, મિત્ર, સરકાર અને ચાર છીનવી લેવા માટે તેને પીછો કરે છે ને તેને હેરાન કરે છે, પણ જ્યાં ધન ઉપરથી આસક્તિ હટી ગઈ પછી તેને કઈ દુઃખ થતું નથી. અનાસક્ત મનુષ્ય સંસારમાં સુખે સૂઈ શકે છે. કહ્યું છે કે. જહાં ચાહ વહાં આહ હે. બનિએ બેપરવાહ આહ જિન્હેંકી મીટ ગઈવે શહન કે શાહ”
આ દુનિયામાં મનુષ્યને કઈ પણ વસ્તુ કે વ્યક્તિની ચાહના હોય છે. તેને મેળવવા માટે તે દુઃખી થાય છે. કેટલું કષ્ટ ઉઠાવે છે, પણ જેને કોઈ પણ વસ્તુ કે કે વ્યક્તિ પ્રત્યેની ચાહના નથી તે શહેનશાહને પણ શહેનશાહ છે.
આપણે જેમની વાત ચાલે છે તે છ અણગારેને શરીરને રાગ છૂટી ગયો છે. એટલે તેમને કઈ પણ પદાર્થની ચાહના રહી નથી. માત્ર એક ચાહના છે કે અમારે કર્મશત્રને હટાવી જલદી મોક્ષમાં જવું છે. એટલે દીક્ષા લઈને જાવજીવ સુધી ૬ છઠ્ઠના પારણાં કરતાં. આ રીતે તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં રામાનુગામ વિચરતાં દ્વારકા નગરીમાં પધાર્યા, અને છઠ્ઠના પારણાને દિવસે સ્વાધ્યાય, ધ્યાન આદિ ક્રિયાઓ કરીને ગૌચરી જવા માટેની આજ્ઞા લેવા નેમનાથ ભગવાન પાસે આવ્યા. અને પ્રભુને તિકખુત્તાને પાઠ ભણીને વંદણ કરીને આ પ્રમાણે કહ્યું. “ ફૂછીને જે भंते ! छक्खमणस्स पारणाए तुब्भेहिं अब्भणुन्नाया समाणा तिहिं संघाडपहिं बारावईप
જાવ અત્તિ” હે ભગવંત ! આપની આજ્ઞા લઈ ત્રણ સંઘાડામાં મુનિઓના કલ્પાનુસાર સામુદાનિક ભિક્ષા માટે અમે દ્વારિકા નગરીમાં જવાની ઈચ્છા કરીએ છીએ.
દેવાનુપ્રિયે ! તમારી સંસારની રીત અને સાધુપણાની રીતમાં ઘણું અંતર હોય છે. સાધુપણામાં કોઈ પણ કાર્ય માટે ગુરૂની આજ્ઞા સિવાય જવાય નહિ. છ અણગારોએ પારણાને સમય થતાં ગૌચરી જવા માટે પ્રભુની આજ્ઞા માંગી, અને કેટલી નમ્રતાથી બેલ્યાં કે હે પ્રભુ અમે આપની આજ્ઞા લઈને જવા ઈચ્છીએ છીએ. એમનામાં વિનય ને વિવેક અલૌકિક હતાં. ઘણીવાર શિષ્યને વિનય, વિવેક જોઈને થતું હદય આભૂતેષ પામે છે,