________________
શારદા દર્શન
૧૩૩
અમારા પરમ ઉપકારી ગુરૂદેવ બા. બ્ર. પૂ. શ્રી. રતનચંદ્રજી મહારાજ સાહેબ ખૂબ વિનયવંત હતાં. તેઓ પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની આજ્ઞામાં તરબોળ હતાં. તેઓ એમ માનતાં હતાં કે ગુરૂની આજ્ઞામાં રહેવું એ જ મારે ધર્મ છે, એમ સમજી ગુરૂની આજ્ઞામાં ઓતપ્રેત રહેતા. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે વિનયવંત શિષ્ય કેવા હોય? “, તરૂપ, તપુર, તત્તની,
ના ” વિનિત શિષ્ય હંમેશા ગુરૂની દષ્ટિ અનુસાર ચાલે. ગુરૂ ઉપદિષ્ટ નિસંગતા–અનાસક્તિ ભાવનું પાલન કરે, સર્વ કાર્યોમાં, સર્વ સ્થાનમાં ગુરૂને સન્મુખ રાખી ગુરૂનું બહુમાન કરે, ગુરૂ વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે. હંમેશા તેમની પાસે રહે. અમારા પૂ. ગુરૂદેવ પણ આવા હતા. એક વખત પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બરાબર ન હતી એટલે આજ્ઞા કરી કે રતનચંદ્રજી ! આજે તમે વ્યાખ્યાન વાંચી આવે. ગુરૂદેવની આજ્ઞા થતાં તહેતુ ગુરૂદેવ ! કહીને ગુરૂ આજ્ઞા શિરોધાર્ય કરી વ્યાખ્યાન વાંચવા ગયા પણ ગુરૂદેવ જે પાટે બેસીને વ્યાખ્યાન ફરમાવતાં હતાં તે પાટ પર ન બેઠાં. બાજોઠ ઉપર બેઠાં. શ્રાવકોએ ઘણું કહ્યું ગુરૂદેવ! પાટે બિરાજે ને ! ત્યારે ગુરૂદેવે કહ્યું કે જે સ્થાનમાં ગુરૂદેવ બિરાજતાં હોય ને જે આસને ગુરૂદેવ વ્યાખ્યાન આપતાં હોય ત્યાં મારાથી ન બેસાય. બાજઠ ઉપર બેસીને વ્યાખ્યાન વાંચ્યું. વિચાર કરે, ગુરૂદેવમાં કેટલે વિનય હશે! આવા વિનયવંત શિષ્ય ઉપર ગુરૂની કૃપા ઉતરે છે, અને શિષ્યનું કલ્યાણ થાય છે. ગુરૂના આશીર્વાદ માંગે મળતાં નથી. જે શિષ્યમાં ગુરૂ–પ્રત્યેની ભક્તિ, અને વિનય વિવેક હોય તે સહેજે પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ અપાઈ જાય છે. ગુરૂના આશીર્વાદથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેની સાથે ઉત્પાતિયા, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની બુધિ ઉત્પન થાય છે. એને કેઈ જાતની મૂંઝવણ રહેતી નથી. કેઈ અટપટે પ્રશ્ન પૂછે તે તેને જવાબ આપોઆપ આવડી જાય છે. એવી ગુરૂભક્તિમાં અજોડ શક્તિ છે.
છ અણગારે પણ આવા વિનયવંત છે. તેમણે પૂછયું હે પ્રભુ! ત્રણ વિભાગમાં ગૌચરી જવાની અમારી ઈચ્છા છે. ત્યારે તેમનાથ ભગવાન કહે છે કે હું મારા હાલા શિષ્યો ! “સદાસુદ્દે વાજુજિયા” તમને જેમ સુખ ઉપજે તેમ કરે. મારી આજ્ઞા છે. આવા શબ્દો સાંભળતાં આપણને કેટલો આનંદ થાય છે! શબ્દો કેવા પ્રિયકારી લાગે છે. જ્યારે જંબુ સ્વામી સુધર્મા સ્વામીને કંઈક પ્રશ્નો પૂછતાં ત્યારે સુધર્મા સ્વામી હે વહાલા જંબુ! એમ કહીને સંબોધતાં હતાં. એ સમયે શિષ્યોને પણ કે આનંદ થતું હશે ! એ શિષ્ય પણ કેવા હળુકમી છે હશે ! વિનયવંત શિષ્યને અ૫ ક્રિયામાં મહાન લાભ મળે છે. તેમનાથ ભગવાને ગૌચરી જવાની આજ્ઞા આપી એટલે ફરીને શિષ્યોએ ભગવાનને વંદણ કરી. કેટલે બધા વિનય !