________________
SSC
શાદા દર્શન વ્યાખ્યાન નં. ૧૭ શ્રાવણ સુદ ૫ ને બુધવાર
તા. ૨૦-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંત કરૂણાસાગર કૃપાસિંધુ ભગવંતે જગતના છના કલ્યાણ માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ભગવંતે પ્રરૂપેલા આગમમાં અનંત ભાવે ભરેલાં છે. અંતગડ સૂત્રમાં છ અણગારાની વાત ચાલે છે. છ અણગારે છઠ્ઠના પારણના દિવસે “ના જોશમ સામી” જેમ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુ પાસે આજ્ઞા લેવા જતાં હતાં તેમ આ છ અણગારે નેમિનાથ પ્રભુ પાસે આવ્યા. જીવને શરીર ઉપર રાગ ઘટે છે ત્યારે આ તપ કરી શકાય છે. જાવજીવ સુધી છ છઠ્ઠના પારણાં કરવાં એ નાનીસૂની વાત નથી. દાન દેવું હોય તે પૈસાને રાગ છેડવો પડે છે, અને તપશ્ચર્યા કરવી હોય તે શરીરને રાગ ઘટાડે પડે છે. તેમ આ સંતેએ શરીરને રાગ ઘટાડા ને તપ કરવા લાગ્યા. ભગવાને કહ્યું છે કે
वाच्छिय सिणेहमप्पणा, कुमुय सारइय व पाणिय। હૈ સદસર વડાપ, સમય જોયમ મા પમાયા | ઉત્ત, સૂઆ, ૧૦ ગાથા ૨૮
હે ગૌતમ! જેમ શરદઋતુનું કમળ પાણીને ત્યાગ કરે છે તેમ તું તારે નેહ ત્યાગી દે. બધા પ્રકારના સ્નેહ વગરને બની સમય માત્રને પ્રમાદ ન કર.
ભગવાન કહે છે કે હે જીવ! જ્યાં સુધી તને શરીર પ્રત્યેને મમત્વ ભાવ રહેશે ત્યાં સુધી તે વિષયને સંપૂર્ણ ત્યાગ કરી શકીશ નહિ. આ સંસારમાં જીવને જેટલે શરીર પ્રત્યેને રાગ છે તેટલે બીજા કેઈ પ્રત્યે નથી. હું તમને પૂછું કે કઈ મકાનમાં આગ લાગી હોય અને બચવાની બારી ના હોય તો તમે બચવાનો પ્રયત્ન કરી રવાના થાવ કે બીજાને બચાવવા જાવ? (તાઓમાંથી અવાજ-અમે બચવા માટે રવાના થઈએ.) બરાબર સમજાણું ને કે શરીર કેટલું વ્હાલું છે? માટે ભગવંતે શરીર પ્રત્યેને સ્નેહ છેડીને નિર્મોહી બનવાની પ્રેરણા આપી છે.
ગૌતમ સ્વામી પણ છે અણગારોની માફક દીક્ષા લીધી ત્યારથી છઠ્ઠ છઠ્ઠના પારણું કરતાં હતાં. કેટલી નિર્મોહી દશા કેળવી હશે, ત્યારે આ તપ કરી શક્યા. આજે તમને તે બટાટા આદિ કંદમૂળને ત્યાગ કરવાનું કહેવામાં આવે તે કેટલી આનાકાની કરે છે. કદાચ પ્રતિજ્ઞા લે તે તેમાં કેટલી બધી છૂટ રખાય છે? ઘણાં તે કહે મારે ગામ પરગામ છૂટ, સાજે-માંદે છૂટ, બેલે તે ખરા હવે બાધા ક્યાં રહી? (હસાહસ). સમજે. ખાવાની વસ્તુના ક્યાં છેટા છે માટે રસેન્દ્રિયને જીતે. અરે, કંઈક છે તે અજ્ઞાનના કારણે શરીરને આત્મા માનીને બેસી ગયા છે. જ્યારે જ્ઞાની