________________
૧૨૮
શારદા દર્શન વિચારમાં પડયા કે આ પ્રશ્નો મેં કઈ દિવસ કે ઈને પૂછ્યા નથી ને મારા મનની વાત આ જાણી ગયા ! તેમને એકેક જવાબ પણ કેવો સુંદર છે! આજે મારી શંકાનું સમાધાન થઈ ગયું. ઈન્દ્રભૂતિને અહં ઓગળી ગયે ને અરિહંતના ચરણમાં અર્પણ થઈ ગયા. ત્યાંને ત્યાં દીક્ષા લીધી અને ભગવાનના પટ્ટધર શિષ્ય બન્યા. આવા તે ગૌતમ સ્વામી હતા.
અહીં છ અણગારોને છઠ્ઠનું પારણું છે. તેઓ તેમનાથ પ્રભુ પાસે આજ્ઞા માંગશે ને કયાં ગોચરી જશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર અને વનની વાટે જવાથી ચારે ભાઈઓ, માતા અને પત્નીને કપાંત પાંડુરાજા અને કુંતામાતાએ અર્જુનને વનવાસ જતાં રોકવા માટે ઘણી આજીજી કરી. તે અમારા વ્હાલયા ! તારા વિના અમને નહિ ગમે, તું કહે છે કે મારા ચાર ચાર બંધુઓ આપની સેવામાં હાજર રહેશે. એ તે ઠીક છે. કારણ કે માતાને પાંચ, દશ કે ૧૦૦ પુત્રે કેમ ન હોય ! માતાને મન બધા દીકરા સરખા વહાલાં હોય છે તે તું અમને કેમ યાદ ન આવે! અમારી વાત તે બાજુમાં મૂક પણ આ ચંદ્રમુખી દ્રૌપદી પણ તારા વિગથી ખૂરશે. આ પ્રમાણે કુંતામાતા અને કહી રહ્યા હતાં ત્યાં અંતરમાં શોક અને દુઃખ સાથે રડતાં યુધિષ્ઠિર અને ભીમ આવ્યા. આવીને કહેવા લાગ્યા કે હે અમારા વહાલસોયા વીરા ! અત્યાર સુધી માતાપિતાએ તેને સમજાવ્યું. ત્યાં સુધી અમે કંઈ બોલ્યાં નહિ. તું માતા-પિતાનું કહ્યું માનતા નથી ત્યારે દુઃખ સહિત અમારે તને કહેવું પડે છે કે આ માતા-પિતા તારે વિગ સહન કરી શકશે નહિ ને અમે પણ તારો વિયેગ સહન કરી શકીશું નહિ. માટે તું વનવાસ જવાની વાત છેડી દે.
હિતકારી વચન માતાપિતાકા, જે કઈ કરે ઉથાપ,
કારજ સિધ્ધ ન હોય ઉસીકા, કરતા પશ્ચાતાપ. હે-શ્રોતા..... વીરા! તું તે ઘણે વિચિક્ષણ છે. એટલે તેને વધુ કહેવાની જરૂર નથી. તને એ તે ખબર છે ને કે માતા-પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન વિનયવંત પુત્રથી કરાય નહિ. જે વડીલના વચન ઉથાપીને જાય છે તેની કેઈપણ ક્રિયા સફળ થતી નથી, અને તે નારદ અષિએ આપેલી પ્રતિજ્ઞાને કયાં ભંગ કર્યો છે, અગર માની લે કે હું ત્યાં હતે. ને તું આવ્યું પણ મેં તને કદી મારાથી જુદે માન્ય નથી. તે પછી પ્રતિજ્ઞા ભંગ કરવાની વાત જ કયાં? તું માને છે કે મેં પ્રતિજ્ઞાન ભંગ કર્યો છે તે તે ચારે સામે ઝઝુમી આટલી બધી ગાયે છોડાવીને તેમને બચાવી છે તેમાં તારી પ્રતિજ્ઞાના ભંગનું પ્રાયશ્ચિત થઈ ગયું.