________________
૧૨
શારદા દર્શન કેઈ કાનમાં નવી સાડીઓ આવે તે બહેને વધુ જાય ને? કેમ બહેને શું કરશે ? જુની ફેશનની હોય ત્યાં તમે જાવ ખરા? ના. તેમ નેમચંદની એવી દશા થઈ. ન માલ નથી આવતે એટલે ઘરાકી પણ નથી આવતી. કમાણી છે નહિ ને ખર્ચ તે ચાલુ રહ્યો. બીજી તરફ દયાનંદ મહિને મહિને ઉઘરાણી કરે છે પણ નેમચંદ હસ્તે ભરી શકતે નથી. વાયદા કરે છે. દયાનંદ ખૂબ સજન માણસ હતે. એણે જાયું કે નેમચંદની પરિસ્થિતિ ખરાબ છે એટલે કહ્યું કે ભાઈ! તમે દુકાન ચલાવે ને તમારા દીકરાને હું બીજે બેસાડી દઉં. તે તમને મુશ્કેલી નહિ પડે, પણ નેમચંદ અભિમાની હતું એટલે પિતાનું પકડેલું છેડતે નથી ને દયાનંદને પૈસા પાછા આપતે નથી. છેવટે પરિણામ એ આવ્યું કે નેમચંદને દુકાન વેચી દેવી પડી ને દયાનંદના પૈસા આપી શકશે નહિ.
અધૂરામાં પૂરું નેમચંદે દુકાન વેચીને પિતાના દીકરાને બહારગામ મકલી દીધો. એટલે દયાનંદના મનમાં બહુ દુઃખ થયું કે મેં એના છોકરાને ઠેકાણે પાડી આપવાનું કહ્યું પણ તે માન્ય નહિ ને દુકાન વેચી નાંખી અને મૂડી લઈને છોકરાને મોકલી દીધો. મારા પૈસા પણ આપ્યા નહિ. કે દો કર્યો? જ્યારે પૈસા માંગે ત્યારે નેમચંદ એલફેલ શબ્દ કહે એટલે બંને વચ્ચે મનાવટ થઈ. સબંધ તૂટી ગયાં. હવે બંને એકબીજાને દુશમન તરીકે જોવા લાગ્યા. વિચાર કરે તમે જેની પાછળ દેડી રહ્યાં છે તે પૈસે કે છે? દુનિયામાં પૈસાને સંબંધ મિત્રતા અને પ્રેમ તેડાવે છે. વહાલામાં વહાલી વ્યક્તિને વૈરી બનાવે છે.
પસે જ આવે, વિચારે બદલાવે, અહંને ઉભરાવે, સગામાં ઝઘડાવે, જે પૈસાની આવક થાતાં પાતક બંધાતા, એ પૈસાની પાછળ કઈ લક થશે મા .
પૈસા આવવાથી મોટે ભાગે માનવીના શુદ્ધ વિચારે મલીન બને છે તેમજ અભિમાની બને છે. સબંધી અને ભાઈ-ભાઈમાં ઝઘડા કરાવે છે. પૈસા અનેક પ્રપંચ અને વિશ્વાસઘાત કરાવે છે. માનવીનું હૃદય દાનવ જેવું બનાવી દે છે. એટલે પૈસાને ખાતર માનવી માનવીનું ખૂન કરતાં પણ અચકાતા નથી. આમ અનેક પા૫ પૈસાની પાછળ બંધાય છે. આવા પૈસાની પાછળ મહાંધ બનશો નહિ. અહીં પૈસા માટે નેમચંદ અને દયાનંદ વચ્ચે ભારે દુશ્મનાવટ થઈ. લેકે બેલવા લાગ્યા કે દયાનંદ જેવા સજજન માણસના પૈસા નેમચંદે પચાવી પાડયા તે સારું નથી કર્યું ને ઉપરથી આટલે બધો રૂઆબ કરે છે? જોકેએ તેને ખૂબ સમજાવ્યું પણ અભિમાન છેડયું નહિ. છેવટે નેમચંદ ખૂબ ઘસાઈ ગયો. એની ઈજજત જવાને પ્રસંગ આવ્યું,